Bhavnagar News/ ભાવનગરના ગારીયાધારમાં ઘઉં ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, મંજૂરી માટે ₹4500 લેવાનો આરોપ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર વિસ્તારમાં સહકારી કેન્દ્ર પર ઘઉં ખરીદી દરમિયાન ભ્રષ્ટાચાર (Bhavnagar Wheat Scam)ના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂતો પાસેથી ગુણવત્તાના બહાને રોકડ ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આરોપ લાગતા તપાસ શરૂ થઈ છે.

Top Stories Gujarat Others Breaking News
Bhavnagar Wheat Scam:પૈસા આપો તો જ ઘઉં મંજૂર ખેડૂતોનો આક્ષેપ

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ગારીયાધાર વિસ્તારમાં ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ભ્રષ્ટાચાર (Bhavnagar Wheat Scam)ના ગંભીર આક્ષેપો સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. નવાગામ સ્થિત ગોડાઉનમાં ચાલતી ખરીદી દરમિયાન મંજૂરી આપવા માટે ખેડૂતો પાસેથી રોકડ રકમ લેવામાં આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઘઉં (Bhavnagar Wheat Scam) ખરીદી કેન્દ્ર પર ભ્રષ્ટાચારનો બોમ્બ 

માહિતી મુજબ, સહકારી કેન્દ્ર ખાતે ખેડૂતો ઘઉં (Bhavnagar Wheat Scam) વેચવા પહોંચતા હતા ત્યારે ગુણવત્તાના મુદ્દે વાંધા ઉઠાવવામાં આવતા હતા. ત્યારબાદ માલ મંજૂર કરવા માટે પ્રતિ ખેડૂત અંદાજે ₹4500 સુધીની રકમ લેવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે.

સ્થાનિક ખેડૂતોએ આ સમગ્ર મામલે ગોલમાલ અને ખુલ્લેઆમ ઉઘરાણી થતી હોવાની ફરિયાદ ઉઠાવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય ગુણવત્તાવાળો ઘઉં (Bhavnagar Wheat Scam) હોવા છતાં ઈરાદાપૂર્વક અટકાવવામાં આવતો હતો અને બાદમાં પૈસા આપ્યા પછી જ મંજૂરી આપવામાં આવતી હતી.

મામલો ગંભીર બનતા યાર્ડના વાઈસ ચેરમેન સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી હતી. ફરિયાદ મળતા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે ખરીદી પ્રક્રિયા અને જવાબદાર કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.

આ ઘટનાએ સહકારી ખરીદી કેન્દ્રોની પારદર્શિતા અને ખેડૂતો સાથે થતી વ્યવહાર પદ્ધતિ પર અનેક સવાલો ઊભા કર્યા છે. ખેડૂતો હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો:અરવલ્લી જીલ્લામાં પણ કેનાલમાં મોટાપાયે ગાબડા, સમારકામના અભાવે છેલ્લા ૨૦ વર્ષથી હાલાકી ભોગવતા ખેડૂત 

આ પણ વાંચો:મોરબીમાં સડેલા અનાજનો જાહેરમાં નિકાલ, જનઆરોગ્યને લઈને ગંભીર સવાલ

આ પણ વાંચો:ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા