બનાસકાંઠા,
બનાસકાંઠા લાખણીના આગથળા ગામે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં લોક ગાયિકા સંગીતા લાબડીયા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. લોકો દ્રારા ગાયિકા પર વરસાદની જેમ પૈસા ઉડાડવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે આ લોક ડાયરાનું આયોજન ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શાળા સંકુલના લાભાર્થે કરાયું હતું..સાથે સાથે ઠાકોર સેનાના સુપ્રીમો અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રૂપિયાનો વરસાદ કર્યો હતો.
અહીં આ ડાયરાનો વીડીયો મુકવામાં આવ્યો છે.
