ભરૂચ,
ભરૂચમાં અંકલેશ્વર નર્મદા કેબલ બ્રિજ પાસેથી દારૂની પેટીઓ સાથે 28 લાખથી વધુનો જથ્થાો ઝડપયો છે. ગોવાથી રાજકોટ ટ્રકમાં પ્લાસ્ટીક વેસ્ટના કોથળા નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઇ જતા હતા. પોલીસને મળતી માહીતી અનુસાર કુલ 522 પેટી બોટલ નંગ 8460 મળી આવ્યો હતો સાથે જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બંને આરોપીને હિરાસતમાં લઈ કાયદેસરની કાર્યવાહી એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જો કે ઝડપાયલ દારૂનો આંકડો પોલીસએ આપેલી પ્રેસ નોટમાં 27, 24,610 બતાવવામાં આવ્યો છે, જ્યારે અધિકારીએ આપેલા નિવેદન પ્રમાણે 27,50,000નો મુદ્દા માલ ઝડપાયો હોવાનું કહેવામાં આવ્યું છે. તો સત્ય શું છે તે એક સવાલ ઉભો થયો છે.
