અરવલ્લી,
અરવલ્લીમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઇ ગયું છે. ચો તરફ આ ધુમ્મસ છવાઇ જતાં ઠંડીના ચમકારમાં વધારો જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે, ધુમ્મસને કારણે ઘઉં, ચણા અને દિવેલાના પાકને નુકસાન થવાની ભિતી પણ દેખાઇ રહી છે. તેમજ લોકોને રોગચાળો વકરે તેની પણ બીક લાગી રહી છે.