Not Set/ Mere Gully Song: ક્યારે નહીં જોયો હોય ‘ગલી બોય’ રણવીર સિંહનો આવો અંદાજ, VIDEO

મુંબઇ, રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘ગલી બોય’ને લઇને દર્શકો ખુબ ઉત્સાહિત છે. ફિલ્મના ટ્રેલર અને ફર્સ્ટ સોંગ ‘અપના ટાઇમ આએગા’એ પહેલેથી જ ધમાલ મચા દીધી છે અને હવે ફિલ્મનું નવું ગીત ‘મેરી ગલી મેં’ પણ લોકોના હોઠ પર ચડી ગયું છે. સોંગામાં રણવીરને ધમાકેદાર રેપિંગ કરી છે. તેને જોઈને લોકો ખાતરી નથી કરી શકતા કે […]

Trending Entertainment Videos

મુંબઇ,

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘ગલી બોય’ને લઇને દર્શકો ખુબ ઉત્સાહિત છે. ફિલ્મના ટ્રેલર અને ફર્સ્ટ સોંગ ‘અપના ટાઇમ આએગા’એ પહેલેથી જ ધમાલ મચા દીધી છે અને હવે ફિલ્મનું નવું ગીત ‘મેરી ગલી મેં’ પણ લોકોના હોઠ પર ચડી ગયું છે. સોંગામાં રણવીરને ધમાકેદાર રેપિંગ કરી છે. તેને જોઈને લોકો ખાતરી નથી કરી શકતા કે આ  એક્ટર રણવીર સિંહ છે કે રેપર.થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ આ ગીત દરેક જગ્યાએ નંબર વન પર ટ્રેન્ડ કરતું દેખાય છે.

રણવીરે પોતે ગાયા બે સોંગ….

સોંગની રિલીઝ વિશે ગઈ કાલે આલિયા ભટ્ટે ટ્વીટ કરી જણાવ્યું હતું. ત્યારથી જ ફિલ્મના આ ગીતને લઈને ફેન્સમાં ખૂબ ઉત્સાહ હતો. કારણ કે આ ગીતથી પહેલા ‘ગલી બોય’ ના બે ગીતો રિલીઝ થઇ ચુક્યા છે, રિયલ હીપ હોપ અને અપના ટાઈમ આએગા.આ ગીતોને લોકોએ ખુબ જ પસંદ કર્યા છે. રણવીર સિંહે આ બંને સોંગ પોતે ગાયા છે.

જુઓ વીડીયો…

રિયલ સ્ટોરી પર આધારિત છે ફિલ્મ….

ફિલ્મની સ્ટોરી ભારતના ફેમસ રેપર આર્ટિસ્ટ ડિવાઇનની લાઇફ પર આધારિત કહેવામાં આવી રહી છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ‘ગલી બોય’ 14 ફેબ્રુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ જોયા અખ્તરે દિગ્દર્શિત કરી છે.