ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતતા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભારતીય બોલરોએ 38 ઓવરમાં માત્ર 157 રન આપી કીવી ટીમને ઓલ આઉટ કરી દીધી હતી.
158 રનનો પીછો કરતા ભારતે 11 ઓવર બાદ રોહિત શર્માની વિકેટ ગુમાવી 46 રન કર્યા છે. રોહિત ડગ બ્રેસવેલની બોલિંગમાં સ્લીપમાં કેચ આપી બેઠો હતો. તે 24 બોલમાં 11 રન કરી આઉટ થયો હતો. શિખર ધવન 30 અને વિરાટ કોહલી 3 રને રમી રહ્યા છે.
નેપિયર વનેમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 38 ઓવરમાં 157 રન ઉપર સમેટી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમસને સૌથી વધારે 64 રન બનાવ્યો છે.
આ ઉપરાંત રોસ ટેલરે 24, ટોમ લેથમે 11, સેટનરે 14 અને નિકલ્સે 12 રન બનાવ્યા હતા. આમ ભારતને મેચ જીતવા માટે 158 રન બનાવવા પડશે. ન્યૂઝીલેન્ડે આપેટાલ ટાર્ગેટનો પીછો કરવા માટે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગમાં આવ્યા છે.
https://twitter.com/BCCI/status/1087992921046044672
32 ઓવર પછી: ભારતનો સ્કોર 145 રન, 2 વિકેટ છે. અંબતી રાયડુ (7 રન) અને શિખર ધવન (71 રન) ક્રિઝ પર છે.
29 ઓવર પછી: ભારતનો સ્કોર 136 રન, 2 વિકેટ છે. અંબતી રાયડુ (4 રન) અને શિખર ધવન (65 રન) ક્રિઝ પર છે.
25 ઓવર પછી: ભારતનો સ્કોર 117 રન, 1 વિકેટ છે. વિરાટ કોહલી (38 રન) અને શિખર ધવન (57 રન) ક્રિઝ પર છે.
FIFTY!@SDhawan25 brings up his 26th ODI half-century off 69 deliveries #TeamIndia #NZvIND pic.twitter.com/a5tuBQnwTl
— BCCI (@BCCI) January 23, 2019
21 ઓવર પછી: ભારતનો સ્કોર 103 રન પર 1 વિકેટ છે. વિરાટ કોહલી (33 રન) અને શિખર ધવન (48 રન) ક્રિઝ પર છે.
17 ઓવરમાં ભારતનો સ્કોર 1 વિકેટ પર 91 રન. વિરાટ કોહલી (26 રન) અને શિખર ધવન (43 રન) ક્રિઝ પર છે
ન્યુઝીલેન્ડ 157માં ઓલઆઉટ થયું હતું. તે બાદ રોસ ટેલરે સૌથી વધુ 24 રન કર્યા હતા, જે કિવિઝે ફ્લેટ ટ્રેક પર કેટલો સંઘર્ષ કર્યો તેનું ઉદાહરણ છે. દિવસની શરૂઆતમાં ગુપ્ટિલને આઉટ કરી શમી ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો હતો. શમીએ 56મી મેચમાં 100 વિકેટ ઝડપી ઈરફાન પઠાણનો 59 મેચનો રેકોર્ડ તોડ્યો હતો. યાદવે કિવિઝની અંતિમ ચાર વિકેટ લેતા શમીએ શરૂઆતમાં મચાવેલા આંતકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
14 વર્ષના કરિયરમાં પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આવી ઘટના બનતા જોઈ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વન-ડેની બીજી ઇનિંગમાં ખેલાડીઓને સૂર્યનો સીધો પ્રકાશ નડતો હોવાથી અંપાયર એમ્પાયર શૉન દ્વારા મેચને થોડા સમય માટે સ્થિગિત કરી દીધી હતી. એમ્પાયર શૉન જણાવ્યું હતું કે સૂર્ય સીધો પ્રકાશ બેટ્સમેનના આંખમાં આવી રહ્યો હતો.
તેથી પ્લેયર્સની સેફટીને ધ્યાનમાં રાખતા, પરિસ્થિતિ સુધરે નહીં ત્યાર સુધી મેચને સ્થિગિત કરવામાં આવી છે. મેં મારા 14 વર્ષના કરિયરમાં પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આવી ઘટના બનતા જોઈ છે. અમારી પાસે 30 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ છે. તેથી અમને આશા છે કે અમે 30 મિનિટમાં મેચ ચાલુ કરીશું અને પૂરી 50 ઓવરની મેચ રમાશે.
Sun halts play in Napier! 🌞
India are 44/1 in 10 overs, and they need 114 more runs to win the first ODI against New Zealand.
Follow #NZvIND live ⏬https://t.co/Wslkq5ocbd pic.twitter.com/CW6DpqnuyP
— ICC (@ICC) January 23, 2019
નેપિયરના મેયર બીલ ડેલ્ટોનનું કહેવું છે કે અમને હતું કે આવી ઘટના બની શકે છે અને આજે તે બની પણ ગઇ. અમે આ બાબતે એક પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. અમે નેપિયરને ન્યુઝીલેન્ડનું સૌથી મોટું મલ્ટી સપોર્ટ ગ્રાઉન્ડ બનાવવા માંગીયે છીએ. આ પ્રોજેક્ટ પાછળ 5 મિલિયન ડોલરનો ખર્ચો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બાદ આવી કોઇ સમસ્યા તો નહીં જ આવે પરંતુ તેની સાથે અહીંયા ક્રિકેટથી લઈને રગ્બી જેવી અનેક રમત રમી શકાશે.
