Not Set/ હરિયાણાના પુર્વ સીએમ ભુપેન્દ્રસિંહ હુડ્ડાના ઘરે સીબીઆઇની રેડ

રોહતક હરિયાણાના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાના રોહતકના રહેઠાણ પર સીબીઆઇએ સર્ચ ઓપરેશન કર્યું હતું.સીબીઆઇની ટીમે શુક્રવારે સવારે ભુપેન્દ્રસિંહના ઘર સહિત દિલ્હીમાં પણ 30 જેટલાં સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.જમીન સોદામાં થયેલા સ્કેમ અંગે સીબીઆઇએ ભુપેન્દ્રસિંહ સામે પ્રાથમિક તપાસ શરૂ કરી કેસ રજીસ્ટર કર્યો છે. 2004થી લઇને 2009 વચ્ચે જમીન સંપાદન મામલે થયેલા […]

Top Stories India

રોહતક

હરિયાણાના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાના રોહતકના રહેઠાણ પર સીબીઆઇએ સર્ચ ઓપરેશન કર્યું હતું.સીબીઆઇની ટીમે શુક્રવારે સવારે ભુપેન્દ્રસિંહના ઘર સહિત દિલ્હીમાં પણ 30 જેટલાં સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.જમીન સોદામાં થયેલા સ્કેમ અંગે સીબીઆઇએ ભુપેન્દ્રસિંહ સામે પ્રાથમિક તપાસ શરૂ કરી કેસ રજીસ્ટર કર્યો છે.

2004થી લઇને 2009 વચ્ચે જમીન સંપાદન મામલે થયેલા ગોટાળા અંગે સીબીઆઇએ કેસ રજીસ્ટર કર્યો છે.ગુડગાંવમાં તત્કાલીન કોંગ્રેસ સરકારે રેસીડન્સ બનાવવા માટે 1,407 એકર જમીન સંપાદન કરી હતી.આ જમીન સંપાદન મામલે સ્કેમ થયું હોવાના આરોપસર સુપ્રિમ કોર્ટમાં પણ પીટીશન દાખલ થઇ હતી.સુપ્રિમ કોર્ટે 2017ના નવેમ્બર મહિનામાં સીબીઆઇને તપાસ સોંપી હતી.

જમીનના પ્લોટના સંપાદન મામલે સીબીઆઇને ચાર્જશીટ દાખલ કરવાની મંજુરી પણ મળી છે.