શું તમે તમારા કેબલ ઓપરેટર કે પછી ડીટીએચ કંપનીથી જો તમે પરેશાન છો, તેમ છતાં તમે તમારા ચેનલ સર્વિસ પ્રોવાઈડરને બદલી નથી શકતા. તો હવે આવી પરિસ્થિતિ તમારે વધારે સહન કરવાની નહી રહે.
પોર્ટેબીલીટીની સુવિધાથી સેટ ટોપ બોક્સ મોબાઈલ ડિવાઈસની જેમજ સિમકાર્ડની જેમજ સરળતાથી સેટ ટોપ બોક્સ કાર્ડ બદલી શકાશે.
ટેલિકોમ રેગ્યુલિટી ઓથોરિટી ઓફ ઈન્ડીયા ટ્રાઈએ કરેલી જાહેરાત પ્રમાણે હવે તમે તમારા ચેનલ સર્વિસ પ્રોવાઇડરને બદલી શકશો.જેવી રીતે તમારા મોબાઇલ સર્વિસ ઓપરેટરને હાલ બદલી શકાય છે તેવી રીતે હવે કેબલ ઓપરેટરને પણ બદલી શકાશે.
ટ્રાઇના કહેવા પ્રમાણે તમને મોબાઇલની જેમ જ સીમ કાર્ડ આપવામાં આવશે જેનાથી તમે સેટ ટૉપ બોક્સમાં પોતાની મરજીની કંપનીનું કાર્ડ લગાવી શકશો. આનાથી એ લાખો ગ્રાહકોને ઓપરેટર પસંદ કરવામાં આઝાદી મળશે અને હાલ તેના ઓપરેટરને સરળતાથી બદલી શકશે.
ટ્રાઈના ચેરમેન આર.એસ.શર્માએ જણાવ્યુ કે અમે ઇન્ટર ઓપરેબલ સેટ ટોપ બોક્સની વ્યવસ્થા લાવીને રહેશું ટ્રાઈના ચેરમેનનું કહેવુ છે કે સેટ ટોપ બોકસમાં હાલ કોઈ ખાસ કંપનીના સોફ્ટવેરને લોડ કરીને વેચવામાં આવે છે.આની જગ્યાએ એવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં બોક્સને ખરીદીને સોફ્ટવેરને ડાઉનલોડ કરવાની પરમિશન હોય. શર્માએ જણાવ્યુ કે ઉદાહરણ તરીકે તમે માર્કેટથી એક ન્યુટ્રલ સેટ ટોપ બોક્સ ખરીદી શકો છો અને કોઈ ખાસ કંપનીનું ન હોય તેમાં જે કંપનીની ઇચ્છો તેની ડાઉનલોડ પછી સેવા લઈ શકો છો.
જો કે ડીટીએચ ઓપરેટર્સ અને કેબલ ઓપરેટર્સ ટ્રાઈના આ પગલાનો સખત વિરોધ કરી રહ્યા છે. આ કારણે ટ્રાઈને નવી વ્યવસ્થા લાગુ કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. કેબલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ આનો વિરોધ કરતા કહે છે કે ઓપરેટર બદલવાની સુવિધા આપવી મુશ્કેલ છે કેમકે દરેક ઓપરેટરના સેટ-ટોપ બોક્સ અનક્રિપ્ટેડ હોય છે અને તેમાં છેડછાડ કરવાથી એકબીજા સાથે છીંડા પાડવા જેવી હાલત થશે.
જો કે કોન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઈન્ડસ્ટ્રીના અધિકારીનું કહેવુ છે કે દરેક સેટ ટોપ બોક્સમાં અલગ અલગ સોફ્ટવેર અને કોન્ફીગરેશન હશે, એટલે તેમને બીજી કંપનીની સેવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી.
