Not Set/ પીએમ નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજી પાસેથી શીખી આ 3 ખાસ વાતો, જાણો

દિલ્હી, આજે 30 જાન્યુઆરી છે અને મહાત્મા ગાંધીનો નિર્વાણ દીન છે.આ દિવસે 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીની હત્યા કરવામાં આવી હતી.મહાત્મા ગાંધીની હત્યા નથુરામ ગોડસેએ છાતીમાં ગોળી મારી કરી હતી. આ દિવસે મહાત્મા ગાંધી દિલ્હીના બિડલા ભવનમાં સાંજે પોતાની રૂટીન પ્રાર્થના સભા પતાવીને લોકોને મળવા જઇ રહ્યાં હતા ત્યારે ગોડસેએ તેમને ગોળી મારી હતી. […]

Top Stories India

દિલ્હી,

આજે 30 જાન્યુઆરી છે અને મહાત્મા ગાંધીનો નિર્વાણ દીન છે.આ દિવસે 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીની હત્યા કરવામાં આવી હતી.મહાત્મા ગાંધીની હત્યા નથુરામ ગોડસેએ છાતીમાં ગોળી મારી કરી હતી.

આ દિવસે મહાત્મા ગાંધી દિલ્હીના બિડલા ભવનમાં સાંજે પોતાની રૂટીન પ્રાર્થના સભા પતાવીને લોકોને મળવા જઇ રહ્યાં હતા ત્યારે ગોડસેએ તેમને ગોળી મારી હતી.

આ પછી ગોડસે સામે શિમલાની કોર્ટમાં કેસ ચાલ્યો અને 15 નવેમ્બર 1949 ના રોજ નાથુરામ ગોડસેને ગાંધીજીની હત્યાના કેસમાં ફાંસીની સજા સાંભળવામાં આવી હતી.

ગાંધીજી નિર્દોષ હોવા છતાં, તેમણે દુનિયા છોડી દીધી, પરંતુ તેમના વિચારો હજુ પણ જીવંત છે, જેના પર ઘણા સામાન્ય લોકો ખાસ લોકો બની ગયા છે.

મહાત્મા ગાંધીએ જે મહાનુભવો પર પોતાના વિચારોની છાપ છોડી તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ છે,જેઓ ગાંધીજીની શીખવાડેલી વાતોનું અનુસરણ કરી રહ્યાં છે.પીએમ મોદીએ પોતાના ભાષણોમાં અનેક વાર કબુલ કર્યું છે કે તેઓ ગાંધીજીના વિચારોથી ખુબ પ્રભાવિત થયા હતા.

તો આવો એક નજર નાખીએ એ 3 વાતો પર કે જે પીએમ મોદીએ  મહાત્મા ગાંધી પાસેથી શીખી છે.

Image result for pm modi mahatma gandhi

વડા પ્રધાન મોદીને ગાંધીજી પાસેથી શાંતિ, અહિંસા અને માનવતાથી દેશના લોકોને એક જુટ કરવાની પ્રેરણા મળી. ગાંધીજીના સમાનતા અને વિકાસ સિદ્ધાંતથી જ પીએમ મોદીને વિકાસનું સૂત્ર મળ્યું.

2014 ની પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું, તેની પ્રેરણા પણ તેમને મહાત્મા ગાંધીજીના જીવનથી મળી હતી.  વડા પ્રધાન મોદીના લેખ અનુસાર, ‘વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ  પરાઈ જાણે રે’- આ બાપુજીની સૌથી પ્રિય પંક્તિઓમાંથી એક હતી. આ જ એ લાગણી હતી જેણે તેમણેને બીજા માટે જીવન જીવવાની પ્રેરણા આપી.

વડાપ્રધાન મોદીને મહાત્મા ગાંધીથી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવાની પણ પ્રેરણા મળી. મોદીના લેખ અનુસાર, ‘મહાત્મા ગાંધીએ એક સદી કરતા પણ પહેલા માણસની જરૂરિયાત અને તેના લોભ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. તેઓએ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતી વખતે નિષ્ઠા અને કરુણા બંનેની સલાહ આપી અને તેમનું અનુકરણ કરીને તેમનું ઉદાહરણ રજૂ કર્યું. તેઓ પોતાના શૌચાલયને પોતે સાફ કરતા હતા અને આસપાસના વાતાવરણની સ્વચ્છતાને સુનિશ્ચિત કરતા હતા. ગાંધીજીએ ખાતરી કરતા હતા કે પાણી ઓછુંમાં ઓછું બર્બાદ થાય અને અમદાવાદમાં, તેમણે એ વાત પર ખાસ ધ્યાન આપ્યું હતું કે સાબરમતીના પાણીમાં દૂષિત પાણી ના મળે.

Image result for pm modi mahatma gandhi