બેંગલુરુ,
ભારતીય ફાઇટર પ્લેન મિરાજ 2000 શુક્રવારે બેંગલુરુ એરપોર્ટ નજીક ક્રેશ થયું ગયું. આ વિમાનમાં બે પાયલોટ સવાર હતા. એક ન્યુઝ એજેન્સીના જણાવ્યા મુજબ, આ વિમાન 11.20 વાગ્યે બેંગ્લોર એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન ક્રેશ થયું હતું. સમાચાર એજન્સીએ ઘટનામાં પાયલોટના મૃત્યુની પુષ્ટિ કરી છે.
આ મિરાજ ફાઇટર પ્લેન હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ(HAL)ના એરપોર્ટ પર ક્રેશ થયું હતું.મૃતક બંને પાયલોટની ઓળખ સ્ક્વોર્ડન લીડર સમીર અબ્રોલ અને સ્ક્વોર્ડન લીડર સિદ્ધારાથ નેગી તરીકે થયો છે.
ઇન્ડિયન એરફોર્સના સ્ટેટમેન્ટ પ્રમાણે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Mirage 2000 trainer fighter aircraft of HAL crashes at HAL Airport in Bengaluru, one pilot dead. pic.twitter.com/jteJ0ZS45K
— ANI (@ANI) February 1, 2019
આપને જણાવી દઈએ કે આ વિમાનમાં સવાર બે પાયલોટમાંથી બંનેની મૃત્યુની પુષ્ટિ કરી છે.એક પાયલોટને મૃત અવસ્થામાં વિમાનની બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે બીજો પાયલોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે.જોકે આ દુર્ઘટના કરી રીતે ઘટી એ વિશે હાલ કોઈ માહિતી મળી નથી.
#Visuals: Mirage 2000 trainer fighter aircraft of HAL crashes at HAL Airport in Bengaluru, one pilot dead. #Karnataka pic.twitter.com/oM4CUEPu97
— ANI (@ANI) February 1, 2019
