ગીર સોમનાથ,
ગુજરાત સરકારે વીજ બિલ માફી મુદ્દે 600 કરોડની જાહેરાત કરી હતી. પરંતુ હજુ પણ આ જાહેરાતનો અમલ થયો નથી. ખેડૂતો છેલ્લા એક મહિનાથી વીજ બિલની માફી માટે વિજ વિભાગ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે.
છતાં પણ વીજ બીલ માફી કરવામાં આવતી નથી. તો બીજી તરફ વીજવિભાગના કાર્યકરો જણાવે છે કે એમને આજ દીન સુધી ગુજરાત સરકાર તરફથી વીજ બીલની માફીનો કોઇ પરીપત્ર મળ્યો નથી.
જ્યારે સરકાર દ્વારા અમને પરિપત્ર આપવામાં આવશે ત્યારે વીજ બીલની માફી કરીશું. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર બનાવ્યા બાદ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી હતી.
બાદમાં ગુજરાત સરકારે પણ વીજ બીલ માફ કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ નિર્ણયનો હજુ સુધી અમલ થયો નથી અને ખેડૂતો માત્ર ધક્કા ખાઇ રહ્યા છે.
