અમરેલી,
અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવેલ મગફળી ગુણીનો જથ્થોની ચોરીનો મામલો સામે આવ્યો છે. કેટલી મગફળીની ગુણી ચોરી થઈ તે આંકડો ખુદ નાગરિક પુરવઠા નિગમ ખાંભાના ગોડાઉન મેનેજર ને પણ ખબર નથી.
છેલ્લા 8 દિવસથી આ કેન્દ્ર પર મગફળીની ખરીદી પૂર્ણ થઈ ગઈ હતી. આઠ દિવસથી મગફળીની ખરીદી બંધ થઈ ગઈ હોય અને ખરીદી કરવામાં આવેલ મગફળી શા માટે રાખવામાં આવી તે પણ એક વેધક સવાલ છે.
અઢી માસ દરમિયાન અંદાજે 1 લાખ 11 હજાર જેટલી મગફળીની ગુણીની ખરીદી કરવામાં આવી હોવાનું ખાંભા નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજર નું કેહવું છે.
હાલમાં માર્કેટિંગ યાર્ડ ખાતે 3800 જેટલી ગુણી મગફળી પડી હોવાનો અંદાજ લગાવવા માં આવી રહ્યો છે. એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી હાલ આ ઘટના અંગે બોલવા તૈયાર નથી.
