Not Set/ રાજકોટના રૈયારોડ પર આવેલ નહેરૂનગરમાં મોડી રાત્રે ફાયરીંગનો મામલો

રાજકોટ, રાજકોટના રૈયારોડ પર આવેલ નહેરૂનગરમાં મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. નહેરૂનગરમાં રહેતા અલાઉદીન કારીયાણીના ઘર પર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગની ઘટનાની જાણ પોલીસને થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ તપાસમાં અલાઉદીન કરીયાણીના પુત્ર સુલતાનને થોડા સમય પહેલા વસીમ દલવાણી સાથે ઝગડો થયો હતો. આ […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટના રૈયારોડ પર આવેલ નહેરૂનગરમાં મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. નહેરૂનગરમાં રહેતા અલાઉદીન કારીયાણીના ઘર પર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગની ઘટનાની જાણ પોલીસને થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસ તપાસમાં અલાઉદીન કરીયાણીના પુત્ર સુલતાનને થોડા સમય પહેલા વસીમ દલવાણી સાથે ઝગડો થયો હતો. આ બાબતે અંગત અદાવત રાખીને વસીમ તેના સાગરીત સાથે બાઇકમાં નહેરૂનગર આવ્યો હતો અને ફરિયાદી સુલતાનાબેનને ઘરની બહાર બોલાવીને અલાઉદીમ ક્યાં છે પૂછ્યું હતું.

ગાળો બોલતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.