Not Set/ લાઇફ લિન્કસ વિદ્યાલય વિવાદમાં, વિદ્યાર્થીને માર મારીને એલસી આપી દેવાની આપી ધમકી

મોરબી ટંકારાની લાઇફ લિન્કસ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જેથી આ વિદ્યાર્થીના પરિવારજનોમાં રોષ ફેલાઇ ગયો હતો.જો કે આ મામલે સંચાલકો સહિત શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ ભોગબનનારે સ્કૂલમાં ફટાકડા ફોડ્યા હતા. જેનો આ શિક્ષકોએ વિરોધ કર્યો હતો અને સ્કૂલમાં ફટકડા કેમ ફોડ્યા તેમ કહીને તેના જમણા પગ […]

Top Stories Gujarat Others Videos

મોરબી

ટંકારાની લાઇફ લિન્કસ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જેથી આ વિદ્યાર્થીના પરિવારજનોમાં રોષ ફેલાઇ ગયો હતો.જો કે આ મામલે સંચાલકો સહિત શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ ભોગબનનારે સ્કૂલમાં ફટાકડા ફોડ્યા હતા. જેનો આ શિક્ષકોએ વિરોધ કર્યો હતો અને સ્કૂલમાં ફટકડા કેમ ફોડ્યા તેમ કહીને તેના જમણા પગ તથા ડાબી આખ પાસે મૂઢ માર માર્યો હતો એટલું જ નહિં એલસી આપી દેવાની પણ ધમકી આપી હતી.

સંચાલકો અને શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીને ગાળો પણ બોલવામાં આવી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે સંચાલકો અને શિક્ષકો દ્વાર માર મારવાથી આ વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી.

જેથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.