Surat News/ સુરત : પેઇંગ ગેસ્ટના દાગીના ચોરી કરનારૂ દંપતી ઝડપાયું

આ અંગે ડીંડલી પો.સ્ટે.માં આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાયો હતો

Surat Gujarat

Surat News : સુરતમાં પેઈંગ ગેસ્ટના દાગીનાની ચોરી કરનારા દંપતીની પોલીસે ધરપકડ કરી છે. આ દંપતીએ 13 લાખથી વધુ કિંમતના દાગીનાની ચોરી કરી હતી. તપાસને અંતે પોલીસે આ દંપતીની નાસિકથી ધરપકડ કરી હતી. ડિંડોલી પોલીસે ચોરી કરનારા દંપતીને ઝડપી લીધું હતું. પોલીસે મહારાષ્ટ્રના સાતારથી આ દંપતીને દબોચી લીધું હતું.

પોલીસે ચોરીના આ કેસમાં આરોપી પંકજ પાટીલ અને સૃષ્ટિ પાટીલને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ પોલીસે કુલ રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને દંપતી આરોપીઓએ રૂમ ભાડે આપી ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ અંગે ડીંડલી પો.સ્ટે.માં આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ