Not Set/ કોંગ્રેસને વધુ એક ઝટકો, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે આપ્યું રાજીનામું

ગાંધીનગર, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એકવાર ફટકો પડ્યો છે. કેમ કે ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. આશાબહેને  ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. આશાબેન પટલે કોંગ્રેસથી નારાજ હોવાના કારણે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ પણ […]

Top Stories Gujarat

ગાંધીનગર,

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એકવાર ફટકો પડ્યો છે. કેમ કે ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે.

આશાબહેને  ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. આશાબેન પટલે કોંગ્રેસથી નારાજ હોવાના કારણે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું.

આ અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય, કિરીટ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, મારે આશાબહેન સાથે કોઇ કોન્ટેક થયો નથી. મેં તેમની  સાથે સંપર્ક કરવાનો પ્રયાસો કર્યા પરંતુ થયો નથી. સંપર્ક થયા પછી જ સાચું કારણ સામે આવી શકે છે કે તેઓ રાજીનામું આપી રહ્યાં છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાએ આશાબેન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એમએલએ કવાર્ટરમાં થઇ હતી. જો કે સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે આ એક સામાન્ય મુલાકાત હતી. કોઇ ગતિવિધી  હોવાની વાતનો સી.જે ચાવડાએ ઇન્કાર પણ કર્યો હતો.  જો આશાબેન પટેલે ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને ફટકો પડેશે તો કોઇ નવાઇ નહીં.