અમદાવાદ,
ગુજરાત યુનિવર્સિટીના નવા ભવનનું ઉદ્દઘાટન RSSના પ્રમુખ મોહન ભાગવત હસ્તે થવાનુ હોવાથી NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત નવા ભવનમાં હેડ તરીકે જે નવા વ્યક્તિની નિમણુક કરવામાં આવી છે.
તે લાયકાત વગરના હોવાનો NSUIના અધિકારીઓએ આક્ષેપ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, NSUIના પ્રમુખ આસિફ પવારે જણાવ્યુ હતુ કે, ભવનની પ્રોસેસ મુજબ પ્રોફેસર હોય તે જ હેડ બની શકે છે.
યુનિવર્સીટીએ સરકારના દબાણ હેઠળ નવા હેડની નિમણુક કરી છે. આથી આ નવા હેડને હટાવી યોગ્ય વ્યક્તિની નિમણુક કરવામાં આવે તેવા અમારી માગ છે અને નિમણુક ન થાય NSUI એ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
