બિહાર,
ગમખ્વાર રેલ અકસ્માતને કારણે બિહારમાં છ લોકોનાં મોત થયા છે. મળતા અહેવાલો મુજબ રવિવાર સવારે મોટો રેલ અકસ્માત થયો છે. બિહારના વૈશાલીમાં જોગબનીથી આનંદવિહાર આવી રહેલી 12487 સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોનાં મોત થયાં છે. પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશકુમારે અકસ્માતમાં 6 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનના ડબ્બામાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ તરત જ રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. ઘટનાસ્થળ પર એનડીઆરએફ અને અન્ય બચાવદળો પહોંચી ગયા છે. આ સાથે જ રેલવેના મોટા ઓફિસરો અને પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

(એડિશનલ ડાઈરેક્ટર જનરલ પીઆર(રેલ) સ્મિતા વત્સ શર્મા)
રેલવેએ આ અકસ્માત બાદ લોકો માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરી દીધા છે. જેમાં સોનપુરનો 06158221645, હાજીપુરનો 06224272230 અને બરૌનીનો નંબર 0627923222 છે. પટણાના નંબર 06122202290, 06122202291, 06122202292, 06122213234 છે.
