સામગ્રી :-
1 લીટર ગાયનું મિલ્ક
2 ટેબલસ્પૂન લીંબુ નો રસ
250 ગ્રામ ખાંડ
1 લીટર પાણી
1 ચમચી કોર્નફ્લોર
1 ચમચી કેવડાજળ
એક મોટી ઊંડી કઢાઈ
એક સુતરાઉ કપડું
બનાવવાની રીત :-
કઢાઈ માં દૂધ નાખીને મીડીયમ આંચ પાર રાખો અને કઢાઈને ઢાંકી દો. જયારે દૂધ માં ઉભરો આવે અને મલાઈ જામી જાય ત્યારે ઉતારી લો. અને ગેસ બંધ કરો.
પછી 1-2 મિનિટ સુધી દૂધને હાલોવો અને ઠંડુ કરો. આમ કરવાથી તે સોફ્ટ બને છે.
જયારે દૂધ ઠંડુ થઇ જાય તો તેમાં લીંબુનો રસ નાખો અને થોડું હલાવી તેને છોડી દો.
ધ્યાન રાખો કે લીંબુનો રસ નાખ્યા પછી દૂધને વધારે હલાવવું નહિ.
જયારે દૂધની ઉપર ફોડાસારી રીતે બની જાય એટલે તેને સરસ રીતે હલાવી નાખો
ત્યારબાદ એક કાણાવાળા વાસણમાં સુતરાઉનું કપડું પાથરી એમાં દૂધ રેડી દો.
આમ કરવાથી પાણીનો બધો ભાગ નીકળી જશે અને દૂધનો માવો જ રહેશે અને પછી એ પોટલી ને એકદમ ઠંડા પાણીથી ધોઈ નાખો. એવું કરવાથી રસગુલ્લાં સોફ્ટ બને છે
હવે એક વાસણમાં ખાંડ અને પાણી લઈને ગેસ પર મુકો. અને હળવી આંચે ઉકાળો.
હવે દૂધના તૈયાર કરેલા માવાને એક પ્લેટમાં કાઢો અને તેને હળવા હાથે મસળો.
જયારે તૈયાર માવો રસગુલ્લા બનાવ જેવો થઇ જશે એટલે એમાં ચીકાશ આપોઆપ જ પકડાઈ જશે.
હવે ચાસણીનો ગેસ ફાસ્ટ કરી એટલે એકદમ ગરમ થઇ જાય પછી ગેસ ધીમો કરી એમાં એક એક બોલ્સ બનાવી નાખો ને ઉકળવા દો.
બધાજ રસગુલ્લા બની જાય એટલે એ કઢાઈને ઢાંકી દો. અને 15 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવા દો.
હવે તેમાં કેવડાનું જળ નાખો જેથી સુંગંધ સરસ આવે અને પછી ગેસ બંધ કરો અને ગરમા ગરમ રસગુલ્લા બની ને તૈયાર છે.
