Not Set/ બીજા રાઉન્ડમાં થઇ જાવ તૈયાર, દિલ્હીમાં ઠંડી અને વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું એલર્ટ

મુંબઈ, હવામાન ખાતાએ આગાહી કરી છે આવતા બે દિવસમાં ઉત્તર પ્રદેશ,દિલ્હી,મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં ભારે ઠંડીનું મોજુ ફરી વળી શકે છે.ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે એવું હવામાન ખાતાની આગાહી કહે છે. દિલ્હી અને એનસીઆરમાં બુધવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને વાતાવરણ ધુમ્મસભર્યુ થયું હતો.ઠંડીનો પારો પણ ગગડી જતાં લોકો ઠુંઠવાયા હતા.દિલ્હીના કેટલાંક […]

Top Stories India

મુંબઈ,

હવામાન ખાતાએ આગાહી કરી છે આવતા બે દિવસમાં ઉત્તર પ્રદેશ,દિલ્હી,મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં ભારે ઠંડીનું મોજુ ફરી વળી શકે છે.ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે એવું હવામાન ખાતાની આગાહી કહે છે.

દિલ્હી અને એનસીઆરમાં બુધવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને વાતાવરણ ધુમ્મસભર્યુ થયું હતો.ઠંડીનો પારો પણ ગગડી જતાં લોકો ઠુંઠવાયા હતા.દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ પણ ઉંચો જતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બર્નસના કારણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પવનની ગતિ ધીમી થઇ ગઇ છે. જેના કારણે પ્રદુષણના પ્રમાણમાં ઉલ્લેખનીય વધારે થયો છે.દિલ્હી અને એનસીઆર સહિત વિવિધ ભાગોમાં વરસાદ થતા ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતી છવાઇ ગઇ હતી.

ઉત્તર ભારતમાં પણ જોરદાર ઠંડી વચ્ચે મેદાની ભાગોમાં રહેતા લોકો છેલ્લા કેટલાક વર્ષની સૌથી વધારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.બીજી બાજુ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સિવિક સંસ્થાઓ અને લોકો માટે રેડ કેટેગરીની નોટીસ જારી કરવામાં આવી છે.

ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં હિમવર્ષા અસામાન્ય નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની સ્થિતિ વારંવાર સર્જાઇ જાય છે.બીજી તરફ ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે. જેના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા  છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતિ  ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન,  ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે.

ધુમ્મસના કારણે દિલ્હી આવતી અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે. આકાશમાં વિઝીબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાની મથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે.પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જાવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી.

કાશ્મીર ડિવીઝનમાં પણ ભારે હિમવર્ષાને કારણે લોકોની હાલત ખરાબ છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસ સુધી નીચે પહોંચી ગયો છે.