ગાંધીનગર,
ગાંધીનગર મ્યુનિસિપલે આજે સામાન્ય સભામાં 2019/20 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. મ્યુન્સીપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટ મેયર પ્રવીણ પટેલને સુપરત કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 28 કરોડ 394 લાખનો અંદાજ મુક્યો છે.
નવા કોઈ કરવેરા સૂચવ્યા નથી. મિલ્કતવેરા પેટે 2750.25 લાખ ની વ્યવસાય વેરા પેટે 750.લાખની અન્ય વેરા પેટે 500 લાખની આવક થવાનો અંદાજ મુક્યો છે. બજેટ સામાન્ય સભામાં મૂકીને સભા મોકૂફ રાખવામાં આવી હતી. હવે સભ્યો દ્વારા સુચવાતા સુધારા વધારા અને સૂચનો મળ્યા બાદ પુનઃ એક વાર સામાન્ય સભા મળશે જેમાં બજેટ મંજૂર કરાશે.
