ગાંધીનગર,
ગુજરાત એસેમ્બલીના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભારતના બંધારણના પ્રણેતા બીઆર આંબેડકરને બ્રાહ્મણ ગણાવતા વિવાદ થયો હતો. રવિવારે ગાંધીનગરમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં બોલતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મને એવું કહેવામાં કોઇ સંકોચ નથી થઇ રહ્યો કે આંબેડકર બ્રાહ્મણ હતા. એમની અટક ‘આંબેડકર’ એક બ્રાહ્મણ સરનેમ છે. એમને આ સરનેમ એમના ટીચરે આપી હતી, જે ખુદ બ્રાહ્મણ હતા.’ વધુમા એમણે કહ્યું કે, કોઇ વિદ્વાન વ્યક્તિને બ્રાહ્મણ કહેવા ખોટું નથી અને આ હિસાબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રાહ્મણ છે.
ઉલ્લેખનીય છે કે, બીઆર આંબેડકર દલિત કુટુંબમાં જન્મ્યા હતા અને દેશના દલિતો આજે પણ તેમને વંદનીય નેતા માને છે.
જો કે રાજેન્દ્ર ત્રિવેદીના આ નિવેદન પછી ખાસ્સો હોબાળો થયાં પછી મીડીયા દ્રારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારો કહેવાનો મતલબ જે થતો હતો તેને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યો છે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી કહે છે કે, જેઓ મારા નિવેદનનો વિરોધ કરે છે તેમને હું મારી સ્પીચ ફરી સાંભળી જવા ભલામણ કરૂ છું. મે કહ્યું હતું કે દરેક જ્ઞાની વ્યક્તિ બ્રાહ્ણમ હોય છે. ભગવદ ગીતાના ચોથા અધ્યાયમાં પણ ભગવાન કૃષ્ણએ વર્ણની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, વ્યક્તિના ગુણ દ્રારા જ્ઞાતી નક્કી થતી હોય છે, વર્ણ દ્રારા નહીં. જે લોકો બુદ્ધીશાળી હોય છે તેઓ સાયન્ટીસ્ટ બને છે, કે તબીબ કે પછી ઇજનેર બને છે. કહેવાનું તાત્પર્ય એ છે, માણસના જન્મનો વર્ણ ગમે તે હોય પરંતું દરેક બુદ્ધિશાળી વ્યક્તિ બ્રાહ્ણણ કહેવાય. સુભાષ ચંદ્ર બોઝે પણ કહ્યું હતું કે દરેક બુદ્ધિશાળી વ્યક્તિ બ્રાહ્ણણ છે.
પોતાના નિવેદન અંગે થયેલા વિવાદ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે હું વિનંતી કરૂ છું કે મને ખોટી રીતે ના ટાંકતા.
