Gujarat News/ સ્વાગતમાં CMનો એક્શન મોડ! 240થી વધુ લોકોની ફરિયાદો સાંભળી

નવેમ્બર 2026ના રાજ્ય સ્વાગતમાં CM ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Swagat Program) 240થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી અને ગેરકાયદે દબાણ, પ્લોટ, જમીન તથા ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા આદેશ આપ્યા.

Gujarat Top Stories Breaking News
Gujarat CM Swagat Program: રાજ્ય સ્વાગતમાં 4,122થી વધુ રજૂઆતો

Gujarat News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં (Gujarat CM Swagat Program) નાગરિકોની રજૂઆતો સાંભળીને જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં સમસ્યાઓનો ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી છે. ગેરકાયદે દબાણ, જમીનના પ્લોટનો કબજો, ગટરનાં ગંદાં પાણીથી ખેતીને નુકસાન, તળાવમાં પ્રદૂષિત પાણી અને જમીનના વળતર જેવા મુદ્દાઓ પર મુખ્યમંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 240થી વધુ અરજદારોએ પોતાની રજૂઆતો કરી હતી.

સમગ્ર રાજ્યમાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1,733 અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 2,149 રજૂઆતો મળી હતી. આમ, જિલ્લા અને તાલુકા કક્ષાએ મળીને કુલ 4,122થી વધુ રજૂઆતો પર જરૂરી કાર્યવાહી હાથ (Gujarat Government Orders) ધરવામાં આવી હતી.

Gujarat CM Swagat Program: મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ સોંપવા સૂચના

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામના એક અરજદારે તેમના પિતાને મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ ન મળવાની ફરિયાદ કરી હતી. આ અંગે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્લોટનો કબજો સોંપવા સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સાગવાડી ગામના એક ખેડૂતે ગામતળનો પ્લોટ ફાળવવાની માગ કરી હતી. તેના જવાબમાં મુખ્યમંત્રીએ નજીકનાં ગામોમાં જ્યાં પ્લોટ (Farmer Plot Allotment) ઉપલબ્ધ હોય ત્યાં અરજદારને પ્લોટ ફાળવવા જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.

ફરી ગેરકાયદે દબાણ થાય તો જવાબદાર સામે FIR

અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના લુણીધર ગામમાં ગેરકાયદે દબાણ થયાની ફરિયાદ મળતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક દબાણ દૂર કરાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ફરીથી દબાણ કરવામાં આવે તો જવાબદાર વ્યક્તિ સામે FIR નોંધવાની પણ સૂચના આપી હતી.

એક મહિનામાં સબસિડી ચૂકવવા આદેશ

રાજકોટના કુવાડવા ગામે આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સરકાર તરફથી મળવાપાત્ર સબસિડી અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રીએ ઉદ્યોગ અને ખાણ વિભાગને એક મહિનાની અંદર અરજદારને સબસિડી મળી જાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ખેડૂતોના ખેતરમાં ગટરનું પાણી ભરાતું અટકાવો

મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનમાં ગટરનું ગંદું પાણી ભરાઈ રહેવાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ GUDCને ખેતરોમાં ગંદું પાણી ભરાતું અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવા અને ગટરલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

NHAIના રોડ માટે વપરાયેલી જમીન અંગે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરો

મોરબી જિલ્લામાં NHAIના રોડના એલાઇનમેન્ટમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને અરજદારની જમીન પરત આપવા માટે કાયદાકીય પ્રક્રિયા સહિત જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી.

ધાકધમકીથી મેળવેલો મકાનનો કબજો ખાલી કરાવવા આદેશ

અમદાવાદના એક અરજદારે પોતાના મકાનનો કબજો અન્ય લોકોએ ધાકધમકીથી ગેરકાયદે (Illegal Encroachment FIR) મેળવી લીધો હોવાની ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ કલેક્ટર અને પોલીસ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરીને ગેરકાયદે કબજો ખાલી કરાવવા અને અરજદારને તેમના મકાનનો કબજો સોંપવા સૂચના આપી હતી.

તાંદલજા તળાવનું બ્યુટિફિકેશન ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

વડોદરા શહેરના તાંદલજા તળાવમાં ગટરનું દુષિત પાણી આવતું હોવાની અને બ્યુટિફિકેશનની કામગીરી અધૂરી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને તળાવમાં ગટરનું પાણી આવતું અટકાવવા પાઇપલાઇન નાખવા, જૂની મુખ્ય ગટરલાઇન બદલવા અને બ્યુટિફિકેશનનું કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.

માત્ર ઔપચારિકતા નહીં, સમસ્યાનો વાસ્તવિક ઉકેલ લાવવા તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નાગરિકોની રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવા જણાવ્યું હતું. સાથે જ માત્ર ઔપચારિકતા પૂરી કરવાને બદલે દરેક સમસ્યાનો સમયમર્યાદામાં વાસ્તવિક ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ સહિત વિવિધ વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા કલેક્ટરો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.


આ પણ વાંચો: આગામી બજેટ 2027 પહેલાં મુખ્યમંત્રીની કવાયત: કેટલું બજેટ ફાળવાયું અને કેટલો ખર્ચ થયો?

આ પણ વાંચો: સત્તાનો ઠાઠ છોડી જમીન પર બેઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરાબલી ગામે આદિજાતિ પરિવાર સાથે લીધું દેશી ભોજન

આ પણ વાંચો: ગરબાડામાં મુખ્યમંત્રીનો 72 કલાકનો આદિવાસી પ્રવાસ શરૂ, ધરતી આંબાથી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ