Not Set/ IND vs NZ: ઓકલેન્ડ T-20માં ભારતની જીત, સીરીઝમાં 1-1થી બરાબરી

ઓકલેન્ડના ઇડન પાર્કમાં શ્રેણીની બીજી ટી 20 મેચ ભારત માટે નિર્ણાયક બનશે કારણ કે હવે આ શ્રેણીમાં ટકી રહેવાનો પ્રશ્ન છે. બુધવારે વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઇન્ડિયાને 80 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડ ત્રણ મેચની ટી -20 સિરીઝમાં 1-0થી આગળ રહી. આ ‘ડૂ અથવા ડાઇ’ […]

Top Stories Sports

ઓકલેન્ડના ઇડન પાર્કમાં શ્રેણીની બીજી ટી 20 મેચ ભારત માટે નિર્ણાયક બનશે કારણ કે હવે આ શ્રેણીમાં ટકી રહેવાનો પ્રશ્ન છે. બુધવારે વેલિંગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઇન્ડિયાને 80 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડ ત્રણ મેચની ટી -20 સિરીઝમાં 1-0થી આગળ રહી. આ ‘ડૂ અથવા ડાઇ’ જેવી પરીસ્થિતિ ઉભી છે, બીજી હાર ભારતની શ્રેણી જીતવાની અપેક્ષાઓ પર પાણી ફેરવી નાખશે.

ઓકલેન્ડ ટી 20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી દીધું છે અને ત્રણ મેચની ટી -20 મેચમાં 1-1થી બરાબરી કરી લીધી છે

https://twitter.com/BCCI/status/1093802278165737472

ભારત માટે ક્રુણાલ પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝમાં રહેવા માટે ભારતે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

16 ઓવર પછી ભારતનો સ્કોર 135 રનમાં 3 વિકેટ છે.

ભારત 14 ઓવરમાં 122/3

11 ઓવર પછી ભારતનો સ્કોર 2 વિકેટે 88 રન છે. વિજય શંકર (0 રન) અને રીષભ પંત (3 રન) ક્રિઝ પર છે.

https://twitter.com/ICC/status/1093789906479038464

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ન્યૂઝીલેન્ડન તરફથી કોલિન ડી ગ્રાન્ડહોમએ સૌથી વધારે 50 રન બનાવ્યા . તેમજ રોસ ટેલરે 42 રન કર્યા છે.

https://twitter.com/BCCI/status/1093776497528074241

19 ઓવર પછી ન્યુઝીલેન્ડ 163 રનમાં 6 વિકેટ ગુમાવી છે. સ્કોટ કુગેલિન (0 રન) અને મિશેલ સ્ટર્ચના (7 રન) ક્રિઝ પર છે.

ન્યુઝીલેન્ડ 16 ઓવરમાં 129/5, રોસ ટેલર (26 રન) અને મિશેલ સ્ટાર્ક (1 રન) ક્રિઝ પર છે.

14 ઓવર પછી: ન્યુઝીલેન્ડ 114/ 4, રોસ ટેલર (19 રન) અને કોલિન ડી ગ્રાન્ડહોમ (45 રન) ક્રિઝ પર છે.

ઓકલેન્ડમાં રમાઈ રહેલ બીજી ટી-20માં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કિવી ટીમે 12 ઓવર્સ બાદ 4 વિકેટના નુકસાને 97 રન બનાવી લીધા છે. ગ્રાન્ડ હોમ 37 રન અને રોસ ટેલર 9 રને રમતમાં છે.

9 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 56 રનમાં 4 વિકેટ છે. રોસ ટેલર (5 રન) અને કોલિન ડી ગ્રાન્ડહોમ (3 રન) ક્રિઝ પર છે. ( કૃણાલ પંડ્યા 3 વિકેટ, ભુવનેશ્વર કુમાર 1 વિકેટ લીધી છે)

ટીમ- ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની, ક્રુણાલ પંડ્યા,  યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ,  વિજય શંકર, હાર્દિક પંડ્યા.

ન્યૂઝીલેન્ડઃ ટિમ સીફર્ટ, કોલિન મુનરો, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, સ્કોટ કલ્ગિજન, ટિમ સાઉદી, ઈશ સોઢી, લુકી ફર્ગ્યુસન.