અમદાવાદ,
અગાઉ રાજ્યમાં યોજાયેલી શિક્ષકોની ભરતીની ટેટ-ટાટની પરિક્ષામાં મોટાપાયે ગેરરીતી થતી હોવાના આક્ષેપ થયા તેમજ તે મામલે પરિક્ષાર્થીઓ દ્વારા રજૂઆત કરાયા બાદ શિક્ષણ વિભાગને ટાટની પરિક્ષા રદ કરવાની ફરજ પડી હતી.
ત્યારે આજે પણ તે મામલે ઘણાં આરોપીઓ પકડાયા નથી. ત્યારે ફરી જામનગરમાં યોજાયેલી સત્યસાઇ સ્કૂલમાં ટાટની પરિક્ષામાં પેપર ખુલ્લુ નિકળ્યું હોવાની ધટના સામે આવી છે.જેમાં પરિક્ષાર્થીઓએ ફરિયાદ કરી છતાં પણ આ ગેરરીતીને છાવરવામાં આવતી હોય તેવો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તા મનિશ દોષીએ કર્યો હતો.
