Not Set/ જહાનવી કપૂર અને ઇશાન ખટ્ટરે પહેરી એક જેવી ટી-શર્ટ તો વાયરલ થવા લાગી તસ્વીર

મુંબઇ, જહાનવી કપૂર અને ઇશાન ખટ્ટરે કરણ જોહરના બૅનર હેઠળ બનેલી ફિલ્મ ‘ધડક’ થી એક સાથે બોલિવૂડમાં પગ મુક્યો છે અને ત્યારથી બંને સતત મીડિયાના છવાયેલા છે. ફિલ્મમાં બન્ને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી છે, ત્યાર પછીથી જ લોકો એવી વાતો કરી રહ્યા છે કે તેઓ બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. જહાનવી અને ઇશાન […]

Uncategorized

મુંબઇ,

જહાનવી કપૂર અને ઇશાન ખટ્ટરે કરણ જોહરના બૅનર હેઠળ બનેલી ફિલ્મ ‘ધડક’ થી એક સાથે બોલિવૂડમાં પગ મુક્યો છે અને ત્યારથી બંને સતત મીડિયાના છવાયેલા છે. ફિલ્મમાં બન્ને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી છે, ત્યાર પછીથી જ લોકો એવી વાતો કરી રહ્યા છે કે તેઓ બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. જહાનવી અને ઇશાન પણ સમય-સમય પર એવું કંઈ કરે છે જેનાથી આ અરફવાઓ વેગ મળે છે. હવે સોશિઅલ મીડિયા પર જહાનવી અને ઇશાનની એક ફોટો વાયરલ થઇ રહી છે. જેમાં બંને એક જેવી લાલ રંગની હુડી પહેરીને જોવા મળી રહ્યા છે. જેના કારણે ફરીથી તેમની રિલેશનને લઈને નવી ચર્ચા શરૂ થઈ  છે.

 Janhvi Kapoor, Ishaan Khattar, Janhvi Ishaan Sam Dress, Janhvi Kapoor Viral Video,

આપને જણાવી દઈએ કે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’ પર જહાનવી કપૂર અને ઇશાન ખટ્ટરને બોલાવ્યા હતા અને એ સવાલ પૂછ્યો કે શું બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે? જવાબમાં બન્ને બસ એટલું જ કહ્યું હતું કે, ‘એવું કંઈક નથી. બન્નેને એક-બીજા સાથે સમય પસાર કરવો ગમે છે કેમ કે આ બંને એક જ ઉંમરના છે. ‘

 ઇશાન ખટ્ટર અને જહાનવી કપૂરના આ જવાબ પર અર્જુન કપૂર અને શાહિદ કપૂર બંનેની ખૂબ જ મજાક ઉડાવી હતી. શાહિદ અને અર્જુને  એક જ પ્રશ્ન પૂછ્યો કે જો બંને એક-બીજાને ડેટ કરી રહ્યા નથી તો પછી હંમેશાં એક-બીજાની સાથે કેમ જોવા મળે છે? જેના પર ઇશાન અને જહાનવીની બોલી બંધ થઈ ગઈ હતી.