Not Set/ સોશિયલ મીડિયા પર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રીને ધમકી આપનારા વ્યક્તિની કરાઈ ધરપકડ

  રવિવારે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જેણે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી પર બળાત્કારની ધમકી આપી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ગુજરાતના કચ્છ જિલ્લાની છે. આ વ્યક્તિ સામે ઝારખંડના રાંચીના રતુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પકડાયેલી વ્યક્તિ સગીર વયની છે. અને   મુન્દ્રા તાલુકાના નાના કપાયામાંથી પકડાયો છે. સગીર વયનો હોવાનું ખુલ્યું […]

Uncategorized
 

રવિવારે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જેણે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી પર બળાત્કારની ધમકી આપી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ગુજરાતના કચ્છ જિલ્લાની છે. આ વ્યક્તિ સામે ઝારખંડના રાંચીના રતુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પકડાયેલી વ્યક્તિ સગીર વયની છે. અને   મુન્દ્રા તાલુકાના નાના કપાયામાંથી પકડાયો છે. સગીર વયનો હોવાનું ખુલ્યું છે. સાથે તે ધોરણ 12 માં અભ્યાસ કરે છે. 
 

 

જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી ઝીવાને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકીઓ મળી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ હતું નહીં. જે બાદ તેની પુત્રીને સોશિયલ મીડિયા પર તેની સાથે બળાત્કારની ધમકી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.