હેમિલ્ટન,
હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે એટલે રવિવારે ત્રીજી અને નિર્ણાયક ટ્વેન્ટી મેચ રમાનાર છે.બંને ટીમોએ 1-1 જીત મેળવીને સીરીઝ બરોબરી પર કરી હોવાથી હવે ત્રીજી વન-ડેમાં ખરાખરીનો જંગ જામશે.
હેમિલ્ટનની પીચ આમ તો સ્પીનરનો સપોર્ટ કરે તેવી છે પરંતું ભારત સાથેની ચોથી વનડેમાં ફાસ્ટ બોલરોના બોલ પણ સ્વીંગ થતા હતા.ભારત કુલદીપ યાદવને રમાડે તેવી શક્યતા છે.જો કે આમ તો વીનીંગ ટીમ યથાવત રાખવાની પ્રણાલી છે અને આ મેચ જીતવા માટે ભારત કરો યા મરોની સ્થિતિમાં છે ત્યારે ટીમમાં ફેરફારની શક્યતા ઓછી દેખાય છે.
ન્યુઝીલેન્ડનો બોલર લોકી ફર્ગ્યુસન ઇજાગ્રસ્ત હોવાને કારણે આ મહત્વની મેચ ગુમાવી શકે છે જેને બદલે ફાસ્ટ બોલર બ્લેર ટીકનેરને ટીમમાં સ્થાન મળી શકે છે.
બીજી વનડેમાં ભારતનો વળતો પ્રહાર
ઓકલેન્ડ ખાતે રમાયેલી બીજી ટ્વેન્ટી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ ટ્વેન્ટી શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ આઠ વિકેટે 158 રન કર્યા હતા. જીતવા માટેના 159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે આસાનીથી જીત મેળવી હતી. રોહિત શર્મા 29બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો જેમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
પહેલી મેચમાં ભારત ધોવાયું
વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને 80 રને કારમી હાર આપીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં ફટકાબાજીથી શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 219 રન ખડક્યા હતા. જીતવા માટેના 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 139 રન કરીને કંગાળ રીતે હારી ગઈ હતી.
