Not Set/ યૂપી-ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડ:સહારનપુર સહિત ત્રણ શહેરમાં અત્યાર સુધીમાં થયા 92 લોકોના મોત

ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સહારનપુર, રુડકી અને કુશીનગરમાં, ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુની સંખ્યા વધીને 92 થઈ ગઈ છે. સહારનપુરના 64, રુડકીમાં 20 અને કુશીનગરમાં 8 માર્યા ગયા છે. આમાંથી, સારવાર દરમિયાન મેરઠમાં સહારનપુરના 18 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા પ્રમાણે, જે […]

Top Stories India

ઉત્તરપ્રદેશ,

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સહારનપુર, રુડકી અને કુશીનગરમાં, ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુની સંખ્યા વધીને 92 થઈ ગઈ છે. સહારનપુરના 64, રુડકીમાં 20 અને કુશીનગરમાં 8 માર્યા ગયા છે. આમાંથી, સારવાર દરમિયાન મેરઠમાં સહારનપુરના 18 લોકોના મોત થયા છે.

ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઝેરી દારૂથી મૃત્યુ પામ્યા હતા તે લોકો તેરમાંની વિધિમાં ભાગ લેવા ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાં તેઓએ દારૂ પીધો હતો. દુર્ઘટના બાદ શનિવારે સહારનપુરના ડીએમ આલોક કુમાર પાંડેય અને એસએસપી દિનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 36 લોકોનાં મોત સહારનપુરના અલગ-અલગ ગામોમાં થયા છે.

જ્યારે 11 લોકોના મેરઠમાં સારવાર દરમિયાન મોત થયાં છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા ગેરકાયદેસર દારૂના વેપાર સાથે જોડાયેલા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી લોકોની ધરપકડ માટે પોલીસ ટીમ દરોડા પાડી રહી છે.

સહારનપુર અને કુશીનગરનાં મોત હોવા છતાં, જીવલેણ દારૂના ધંધા બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. બીજી તરફ, પોલીસે કુશીનગરમાં રેડ પાડી હતી.કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.એચ. 28 પર એક ટ્રકમાં 1600 દારૂના બોક્સ મળી આવ્યા હતા. મળી આવેલી દારૂની કિમત 80 લાખ રૂપિયાથી વધુ છે.

સહારનપુરના અધિકારીઓના મતે સમારંભમાં ગયેલા લોકો પાછા આવ્યા તો મોત થવાનું શરૂ થઇ ગયું. અત્યાર સુધી આ કેસમાં 46 લોકોના પોસ્ટમોર્ટમ થઇ ચૂકયા છે. તેમાં 36 લોકોના મોત દારૂ પીવાના લીધે કહેવાય છે.

જ્યારે મેરઠમાં મૃતક 18 લોકો સહારનપુરથી આવ્યા હતા, તેમનું સારવાર દરમ્યાન મોત થયું છે. સહારનપુર જિલ્લાના કેટલાંક ગામમાં ગઇકાલે મોડી રાત્રે દારૂ પીવાથી 44 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કેટલાંય લોકોની તબિયત નાજુક છે.