અમદાવાદ,
અમદાવાદના ચંડોળા તળાવ પાસે વહેલી સવારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરા તફરી માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ ફાયર ફાયટરોને કરાતા ફાયર ફાયટરોની 14 જેટલી ઘટના સ્થળે દોડી આવ્યા હતી. તો આગે ભીષણ સ્વરૂપ લઈ લેતા 40 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા અને લોકોની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
ફાયર ફાયટરોની ટીમે પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમત બાદ મહંદ અંશે કાબૂમાં લીધી છે. પરંતુ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી.આગ ક્યા કારણોસર લાગી તેનુ કારણ હજુ પણ અકબંધ છે.
