Not Set/ બાયડના ડેમાઈ પાસે કપડાં ધોવા ગયેલી મહિલા નદીમાં ડૂબી

અરવલ્લી, અરવલ્લીના બાયડ ડેમાઈ પાસે ધામણી નદીમાં કપડા ધોવા ગયેલી મહિલાનો પગ લપસી જતા મહિલા નદીમાં ડૂબી હતી. મહિલા નદીમાં ડૂબતા તેનું મોત નિપજ્યુ હતું. ઉલ્લેખનિય છે કે મહિલાનું નામ મીનાબેન રાવલ છે અને તે ડેમાઈ ગામની વતની છે. ઘટનાની જાણ થતા ગ્રામજનો નદી પાસે એકઠા થયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર […]

Gujarat Others

અરવલ્લી,

અરવલ્લીના બાયડ ડેમાઈ પાસે ધામણી નદીમાં કપડા ધોવા ગયેલી મહિલાનો પગ લપસી જતા મહિલા નદીમાં ડૂબી હતી. મહિલા નદીમાં ડૂબતા તેનું મોત નિપજ્યુ હતું.

ઉલ્લેખનિય છે કે મહિલાનું નામ મીનાબેન રાવલ છે અને તે ડેમાઈ ગામની વતની છે. ઘટનાની જાણ થતા ગ્રામજનો નદી પાસે એકઠા થયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઠવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ગ્રામજનોમાં શોક માહોલ ફેલાયો હતો.