- કમલમ ખાતે સોશિયલ મીડિયા માટે યોજાઈ બેઠક
- યુવા મોરચાની યોજાઈ બેઠક
- ચૂંટણી માટે સોશિયલ મીડિયામાં પ્રચાર
- બીજેપીના નેતાઓને અપાયો ટાસ્ક
- સોશિયલ મીડિયામાં પ્રચાર માટે ટાસ્ક
કમલમ ખાતે આજે યુવા મોરચાની સોશિયલ મીડિયા માટેની બેઠક યોજવામાં આવી હતી. આગામી સમયમાં ચૂંટણી આવે છે ત્યારે જેટલો ફિઝિકલ પ્રચાર જરૂરી છે એટલો જ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવો જરૂરી છે. 150 ના લક્ષને પાર કરવો હોઈ તો છેવાડા સુધી પહોંચવું જરૂરી છે.જેને લઈને પ્રદેશ બીજેપીના નેતાઓને આગામી ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયામાં પ્રચાર માટે ટાસ્ક આપવામાં આવ્યો છે.
કમલમ ખાતે આજે યુવા મોરચા ની સોશિયલ મીડિયા માટે ની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક માટે રાષ્ટ્રીય યુવા મોરચા સોશિયલ મીડિયા કન્વીનર કપિલ પરમાર હાજર રહ્યા હતા.મહત્વનું છે કે આગામી સમયમાં ચૂંટણી માં જેટલો ફિઝિકલ પ્રચાર જરૂરી છે એટલો જ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવો જરૂરી છે.જો 150 ના લક્ષ ને પાર કરવો હોઈ તો છેવાડા સુધી પહોંચવું જરૂરી છે.
તો યુવા મોરચા ને આગામી સમયમાં રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ સિવાય કેટલાક એવા મુદ્દા કે જે પાર્ટી ની વિચારધારા આધારિત હોય સાથે જ હિન્દુત્વ ના મુદ્દાઓ પણ લોકો સુધી પહોંચાડવા માટે સૂચન કરવામાં આવ્યું છે.આ સિવાય લોકો સાથે સીધો સંપર્ક બનાવવા માટે નો આ ઉત્તમ માધ્યમ હોવાનું પણ બીજેપી માની રહી છે અને એટલે જ આ બેઠક ગોઠવવામાં આવી છે.
આમ આ કવાયત આગામી સમયમાં પ્રદેશના તમામ મોરચા અને સેલ માટે પણ કરવામાં આવશે અને લોકો સુધી સરકાર અને સંગઠનના તમામ મુદ્દા પહોંચાડવા તમામ સૂચન કરવામાં આવશે.
આ પણ વાંચો :કોંગ્રેસમાં નવું જ્ઞાતિ સમીકરણ : PKT
આ પણ વાંચો :વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને
આ પણ વાંચો :ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને આપ્યું મોટું
આ પણ વાંચો : કુંવરજી બાવળિયાનો કોંગ્રેસમાં જોડાવા અંગે ખુલાસો, કહ્યું – હું સંતુષ્ટ….
