અમદાવાદ,
એચ કે આર્ટસ કોલેજમાં સોમવારે યોજાનારા વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટના આમંત્રણથી વિદ્યાર્થી નેતાઓના વિરોધ પછી કાર્યક્રમ રદ કરવા ફરજ પડી છે.
વિદ્યાર્થી નેતાઓએ ચીમકી આપી હતી કે, જિજ્ઞેશ મેવાણી વિવાદાસ્પદ નેતા હોવાથી વાર્ષિકોત્સવમાં બોલાવાય તો કાર્યક્રમ નહીં થવા દઈએ. અંતે કોલેજના ટ્રસ્ટે કોલેજ કેમ્પસના હોલને વાર્ષિકોત્સવ માટે ફાળવવા ઈન્કાર કરતા પ્રિન્સિપાલે આ વાર્ષિકોત્સવનુ રદ કર્યો છે. જિજ્ઞેશ મેવાણીએ એચ કે આર્ટસનો પૂર્વ વિદ્યાર્થી છે.
