અમદાવાદ,
ભાનુશાળી હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. છબીલ પટેલનો આડિયો વાઇરલ થયો છે. આ ઓડિયોમાં છબીલ પટેલ કહી રહ્યા છે કે, હુ છબીલ પટેલ. હુ મારા કામથી વિદેશ આવેલ છુ. મને મારા બિઝનેશના કામને લીધે અવારનવાર વિદેશ જવાનુ થાય છે.
હુ વિદેશ આવ્યો ત્યારે મને ખબર પડી કે મારા વિરુદ્વમાં એફઆરઆઇ થઇ છે. ત્યારે હુ પુરે પુરી ખાતરી આપુ છુ કે ભારત આવીને હુ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જઇશ અને પોલીસની જે પણ તપાસ થશે. તે તેમાં હુ પુરેપુરો સાથ આપીશ. હુ સાવ નિર્દોષ છુ.
હુ કોઇ કાવતરાનો ભોગ બની રહ્યો છુ. એવુ મને લાગે છે. મને ગુજરાતની પોલીસ પર પુરો ભરોસો છે. કે તે સત્ય બહાર લાવશે. ત્યારે હવે હુ ભારત આવીશ ત્યારે મને મારા જીવનો જોખમ લાગે છે. તેથી મને પોલીસ કસ્ટડી મળવી જોઇએ તેવુ મને લાગે છે. હુ પોલીસની કામગીરીને સહકાર આપીશ અને ભારત આવવાની તારીખ પણ હુ આપી દઇશ અને મારુ કામ પુરુ થવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. છબીલ પટેલને ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલનું નામ આવતા આ પગલા લેવામાં આવ્યા હતું.
