વલસાડ,
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા લાલ ડુંગરીમા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જન આક્રોશ રેલી કરવાના છે તેની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.રાહુલ ગાંધીનાં આગમનની કેવી કરવામાં આવી રહી છે તૈયારીઓ, ક્યા કારણોને લીધે રાહુલ ગાંધીએ દક્ષીણ ગુજરાતને પસંદ કર્યું છે. અએ જાણો અહીં..
રાહુલની સભા માટે દરેક જિલ્લા અને શહેરમાં જવાબદારી સોંપાઈ છે. જેમાં રાજ્યભરથી ત્રણ લાખ લોકોને સભામાં લઈ જવાનો લક્ષ્યાંક છે.વલસાડમાં સાંજે જવાબદારી જેને સોંપાય તેઓની સમીક્ષા બેઠક પણ મળી હતી.
સુરતથી 20 હજાર, વાંસદાથી 35000, ડાંગથી 30 હજાર, કપરાડાથી 40 હજાર, વલસાડથી 25 હજાર, પારડીથી 20 હજાર, નવસારીથી 30 હજાર, તાપીથી 20 હજાર, ભરૂચથી પાંચ હજાર લોકોને સભામાં લઈ જવાનો ટાર્ગેટ આગેવાનોને સોંપાયો છે.કોંગ્રેસનાં નેતાઓનું માનવુ છે કે રાહુલગાંધી દક્ષીણ ગુજરાતમાંથી કોંગ્રેસ પ્રચારનો શરૂઆત કરશે તો સરકાર બનાવશે.
ધરમપુર અને આસપાસના વિસ્તારો કોંગ્રેસ પાર્ટીનું ગઢ માનવામા આવે છે. વલસાડ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠક હાલ કોંગ્રેસ પાસે છે.આ સભાથી સાઉથ ગુજરાતની 8 જેટલી સીટ કવર કરવાની રાહુલની યોજના છે.ભરતસિંહ સોલંકીનું કહેવુ છે કે આદિવાસી વિસ્તારનાં લોકોમાં જનાક્રોશ છે.રેલીમાં જોવા મળશે.
કોંગ્રેસી નેતાઓની સરકાર બનાવાની આશા કેટલે અંશે સફળ રહેશે તે જોવાનું રહેશે.
