Not Set/ પુત્રવધુ સાથે આડા સંબંધ ધરાવતા પિતાએ પુત્રની કરી હત્યા

ફરીદકોટ, અયોગ્ય સંબંધોને લીધે કળયુગના બાપ પોતાના જ પુત્રની કઠોરતાથી કરી હત્યા.પિતાએ પહેલા પુત્રને કુહાડીથી કાપ્યો અને પછી એક તેજધારવાળા હથિયારથી તેના 6 ટુકડા કરી નાખ્યા અને તેને બે અલગ અલગ બોરીઓમાં ભરીને એક બોરીને નદીમાં નાખી અને બીજીને નાખવા જતા તે પકડાઈ ગયા. પંજાબના ફરીદકોટના ગામ દબડી ખાનાના રહેવાસી છોટા સિંહે પોતાના પુત્ર, રાજવિંદર સિંહની […]

India

ફરીદકોટ,

અયોગ્ય સંબંધોને લીધે કળયુગના બાપ પોતાના જ પુત્રની કઠોરતાથી કરી હત્યા.પિતાએ પહેલા પુત્રને કુહાડીથી કાપ્યો અને પછી એક તેજધારવાળા હથિયારથી તેના 6 ટુકડા કરી નાખ્યા અને તેને બે અલગ અલગ બોરીઓમાં ભરીને એક બોરીને નદીમાં નાખી અને બીજીને નાખવા જતા તે પકડાઈ ગયા.

પંજાબના ફરીદકોટના ગામ દબડી ખાનાના રહેવાસી છોટા સિંહે પોતાના પુત્ર, રાજવિંદર સિંહની પત્ની સાથે આડાસબંધ હતા. આ વાતની જાણ જ્યારે પુત્રને થઇ ત્યારે પિતાએ પોતાના દીકરાને કુહાડીથી કાપી નાખ્યો. એટલું જ નહીં, જીવ લીધા પછી છોટા સિંહે પોતાના પુત્રની લાશના નાના 6 ટુકડાઓ કરી નાખ્યાં અને તેમને ફેંકી દેવા માટે બોરીઓમાં ભરી લીધા. તેના પછી તેણે એક બોરીને ઉપાડીને ગામની તળાવમાં ફેંકી દીધી. પછી તે બીજું બોરી લઇને જવા લાગ્યો ત્યારે પકડાય ગયો. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પોલીસે આરોપીને ધરપકડ કરી છે.

ગામમાં રહેતા કુલવિંદરએ જણાવ્યું કે તેમના ગામના આ બંને બાપ-દીકરા વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો.. છોટા સિંહ સાથે તેના પુત્રની પત્ની સાથે આડા સંબંધ હતા. આ કારણે, તેણે તેના પુત્રને મારી નાખ્યો અને ત્યારબાદ આ ઘટનાની કોઈને જન ના થાય એ માટે તેને લાશના ટુકડા કર્યા અને બે અલગ અલગ બોરીમાં પેક કરી લીધા.

તો બીજી બાજુ, આ સમગ્ર ઘટના વિશે માહિતી આપતા જૈતોના ડીએસપી કુલવિંદર સિંહે આ ઘટનાની પુષ્ટિ કરી છે.મૃતકના ભાઈ, રાજબીર સિંહ ગુસ્સે થતા કહ્યું કે તેના પિતાએ તેમના કરતા અડધી ઉમરની વહુ અને અને 10 અને 8 વર્ષનાં બે બાળકોની માતા સાથે આડા સંબંધો બનાવ્યા હતા. જ્યારે આ વિશે તેના પતિને જાણ થઇ તો તેને મારી નાખ્યો. તેને આવા ગુના માટે ફાંસીની સજા કરવી જોઈએ.