Twitter/ ટ્વિટરે ભારત સરકારને આપ્યો જવાબ, કહ્યું – અમે બંધ કર્યા 500 વિવાદિત એકાઉન્ટ

ટ્વિટરે ભારત સરકારને આપેલા જવાબમાં કહ્યું હતું કે, તેમના તરફથી વાંધાજનક હેશટેગસને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેટને પણ દૂર કરી નાખવામાં આવ્યું છે.

Top Stories India

ભારત સરાકરની ચેતવણીના જવાબમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે આજે કહ્યું કે, તેણે નિયમોનું ઉલ્લંઘન કરનારા 500 એકાઉન્ટ્સ કાયમી માટે બંધ કર્યા છે. તેની સાથે જ વિવાદિત હેશટેગને લઈને પણ કાર્રવાઈ કરી છે. ભારત સરકારે માઈક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરના 1178 એકાઉન્ટ્સને બંધ કરવા માટે કહ્યું હતું.

ટ્વિટરે ભારત સરકારને આપેલા જવાબમાં કહ્યું હતું કે, તેમના તરફથી વાંધાજનક હેશટેગસને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેટને પણ દૂર કરી નાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ટ્વિટર દેશવિરોધી પ્રવૃત્તિઓનો જાણે અડ્ડો બની ગયું હતું.

ટ્વીટર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે તેને ભારત સરકારે કેટલાંક એકાઉન્ટ્સ ડિલીટ કરવા કહ્યું હતું, જેને હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ પછીથી તપાસ બાદ જાણવા મળ્યું કે તેનું કંટેન્ટ ભારતીય કાયદા અનુસાર જ છે, તો તેને ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યાં.

https://twitter.com/TwitterSafety/status/1359360244254605315?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1359360244254605315%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Findia%2Fnews%2Ftwitter-replies-to-indian-government-500-accounts-closed-disputed-hashtag-also-removed-177016.html

સૂત્રોના જણાવ્યા અનુસાર #ModiaPlanningFarmerGenocide હેશટેગથી ટ્વીટ કરતા 257 હેન્ડલ્સમાંથી 126 ને બ્લોક કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ટ્વિટરે આ એકાઉન્ટ્સને બ્લોક કાર્ય હતા બાદમાં તેમને અનબ્લોક કરવામાં આવ્યા હતા. ત્યારે ટ્વિટરે કહ્યું હતું કે આ ટ્વિટ્સ ‘મુક્ત વાણી અને સમાચારને લાયક હતા.’ હવે તેમાંથી ઘણાને ફરીથી બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે ખાલિસ્તાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની આશંકા સાથે 1,178 ખાતાઓની બીજી યાદી પણ મોકલી હતી. તેમાંથી 583 એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા. સરકારનું માનવું હતું કે આ એકાઉન્ટની પ્રવૃત્તિઓ ‘ખેડૂત આંદોલનને લગતિ વ્યવસ્થા માટે ખતરો ઉત્પન્ન કરી શકે એમ હતા’.

ટ્વિટરે મંગળવારે કહ્યું કે તે માહિતી ટેકનોલોજી પ્રધાન સાથે ઔપચારિક વાતચીત કરવા માંગે છે. ટ્વિટરે કહ્યું કે તેના કર્મચારીઓની સલામતી તેની પ્રાથમિકતા છે. જ્યારે ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે “અમે સન્માનજનક સ્થિતિ માટે ભારત સરકાર સાથે સંપર્ક જાળવી રાખીશું અને માનનીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી પ્રધાનનો સાથે વાતચીત માટે સંપર્ક કર્યો છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ