મુંબઇ
નાના પડદાના લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈ ની લીડ એકટ્રેસ સૌમ્યા ટંડને થોડા સમય પહેલા જ એક દીકરાને જન્મ આપ્યો હતો. જોકે હવે સૌમ્યાએ પોતાના લાડકા દીકરાનું નામકરણ કર્યું છે. અને દીકરાના નામનો અર્થ પણ જણાવ્યો છે.
સૌમ્યા ટંડને દીકરાના જન્મ બાદ પોતાના પ્રશંસકો પાસે નામ અંગેના સૂચનો માંગ્યા હતા. ત્યાર બાદે પ્રશંસકોએ આપેલા નામ સોશ્યિલ મીડિયા પર શેર કર્યાં હતા. જોકે ભાભીજીને પોતાના એક પ્રશંસકે સૂચવેલું નામ ખૂબ જ પસંદ આવ્યું હતું. અને આ સૂચન મુજબ સૌમ્યાએ પોતાના દીકરાનું નામ મિરાન રાખ્યું હતું. આ નામ સૌમ્યા ટંડનને સિંગાપુરના એક પ્રશંસકે સૂચવ્યું હતું. અને આ નામ સૌમ્યાને ખૂબ ગમી ગયું હતું. આ નામ માટે પોતાના પ્રશંસકને સૌમ્યાએ કિંમતી ગિફ્ટ પણ મોકલી હતી અને આભાર પણ માન્યો હતો.
સૌમ્યાએ જણાવ્યું હતું કે આ નામ મને ગમ્યું અને મેં તેનો અર્થ ગૂગલ પર શોધ્યો હતો. હવે મારા દીકરાનું નામ મિરાન ટંડન સિંહ રહેશે. મિરાનનો અર્થ છે રાજાઓનો પણ રાજા.સૌમ્યાના દીકરાનો ફોટો સોશ્યિલ મીડિયા પર પણ વાઇરલ થઈ હયો હતો. બાળકની પ્રથમ ઝલક આપતા સૌમ્યાએ લખ્યું હતું કે મારા નાના દીકરાને એક નામની જરૂર છે અને અમે આ નામ નક્કી નથી કરી શકતા.અમને તમારા સૂચનનો જરૂર છે.ત્યાર બાદ સૌમ્યાને ઇનસ્ટાગ્રામ પર ઢગલાબંધ નામ મળ્યા હતા.
સૌમ્યા ટંડને નોન ગ્લેમરસ બેક ગ્રાઉન્ડ ધરાવતા અને બેકિંગ ક્ષેત્રમાં કાર્યરત બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે ગુપ્તપણે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને જણા 10 વર્ષ અગાઉથી ડેટિંગ કરતા હતા.
