રાજકોટ,
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. 65 વર્ષીય પુરુષનું સ્વાઈન ફલૂથી મોત નીપજ્યુ. ત્યારે જાન્યુઆરીથી આજ સુધી 44 દર્દીઓના મોત નીપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે સ્વાઈન ફલૂનો કહેર વધતા તેના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સ્વાઇન ફ્લુથી બચવા માટે લોકો ઉકાળાનું સેવન કરી રહ્યા છે.
એવી પણ માહિતી મળી હતી કે ગઇકાલે સ્વાઈન ફ્લુના કારણે શહેરમાં બે લોકોના મોત થયા હતાં. અમદાવાદમાં 37 કેસ, વડોદરામાં 15 કેસ જ્યારે રાજકોટ-ભાવનગરમાં 4-4 કેસ નોંધાયા. રાજકોટ શહેરના જાગનાથમાં રહેતા 53 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ.
