Not Set/ રાજકોટ: ઘણા સમયથી બંધ છે આધાર કાર્ડ સીસ્ટમ,લોકો ખાઇ રહ્યા છે ધક્કા

રાજકોટ, રાજકોટના ધોરાજીમાં આધાર કાર્ડ માટે લોકોને ધક્કા ખાવા પડતા હોવાથી લોકો રોષ ભરાયા હતા. ધોરાજીમાં છેલ્લા ધાણા સમયથી આધાર કાર્ડ ધારકોને સીસ્ટમ બંધ હોવાથી ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. ધોરાજી મામલતદાર કચેરીએ ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી બેન્કો તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ સર્વાયર બંધ […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટના ધોરાજીમાં આધાર કાર્ડ માટે લોકોને ધક્કા ખાવા પડતા હોવાથી લોકો રોષ ભરાયા હતા. ધોરાજીમાં છેલ્લા ધાણા સમયથી આધાર કાર્ડ ધારકોને સીસ્ટમ બંધ હોવાથી ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

ધોરાજી મામલતદાર કચેરીએ ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી બેન્કો તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી સોંપવામાં આવી છે.

પરંતુ સર્વાયર બંધ હોવાથી નવું આધાર કાર્ડ માટેનું સર્વાયર અપડેટ થતુ નથી. જેથી આધાર કાર્ડ ધારકો આધાર કાર્ડની કામગીરી માટે રોજ ધક્કા ખાય છે.

આ બાબતને લઇ સ્થાનિક ડી. સી. વોરાએ જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ છે. આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતા કોઇ પગલા લેવાયા નથી. માટે સરકાર દ્વારા તાત્કાલિક આધાર કાર્ડની કામગીરી તાત્કાલિક કરવામાં આવે તેવી લોકોની માંગ છે.