અમરેલી,
સમગ્ર દેશભરમાં આરોગ્ય કર્મચારી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતના આરોગ્ય કર્મચારી સંઘના આદેશ અનુસાર વિવિધ પ્રશ્નોનેને લઈને કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીના હડતાળનો આજે આઠમો દિવસ છે. તે બીજી તરફ સરકારને અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યા છે.
