જામનગર,
જામનગરનું નામ હોઠ ઉપર આવતા તરત જ હોઠો ઉપર જામનગરના હરવા ફરવાના સ્થળોની યાદી લોકોના મોઢા ઉપર આવી જતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વારા-ફરતી જામનગરના ફરવા લાયક સ્થળો બંધ થતા જાય છે. આગળ કહેવાતું કે જન્મ ગમે ત્યાં લેવો પણ અગ્નીદાન જામનગર ના સ્મશાન માજ અને જામનગરના સ્મશાનને “સોનાપુરી” ની ઉપમા મળેલી અને આખા ભારતમાંથી લોકો જામનગરની સોનાપુરી જોવા આવતા, પરંતુ હાલ સોનાપુરીની હાલત ખુદ મરણ પથારીએ છે.
આધુનિક સુવિધાસભર અને શહેરના જોવાલાયક સ્થળોમાં ગણના ધરાવતુ સ્મશાન ધીરે-ધીરે કંગાળ હાલતમાં પરિવર્તિત થતું જાય છે. ઇલેકટ્રીક સ્મશાનનું અવાર-નવાર બંધ હોવુ, કંડબમાં ફેરવાયેલ જુનુ સ્મશાન તેમજ વિસામા માટે બનાવાયેલ વિસામાગૃહમાં અપર્યાપ્ત સુવિધાઓથી માંડી ઉભરાતા ગટરોથી ગંદકી હાલ જોવાલાયક સ્મશાનની ઓળખ બની ગઇ છે.


એક સમયે ઓળખ બની ગયેલા સ્મશાનની દુદર્શા વધતા શહેરના અગ્રણી એ આ બાબતે ઘટતુ કરવા રાજયના મંત્રીને તાકીદ કરી હતી. સુરતનું જમણ અને કાશીનું મરણ આ લોકવાયકા હિન્દુ ધર્મમાં સદીઓથી પ્રર્વતે છે. જેમાં થોડો ફેરફાર કરી જામનગરને છોટી કાશી ગણી આ કહેવત સાથે જોડી દેવાયું છે.કેમ કે, મહાવીર સમાજ સેવક દળ ટ્રસ્ટ દ્વારા શહેરના સ્મશાનમાં જુદા-જુદા હિન્દુ ધાર્મિક પ્રસંગોને વણીને બનાવેલા ડોમ્બ, દેવી-દેવતાઓની ઉપદેશ આપતી ભૂમિકામાં પ્રતિમાઓ, ઉપરાંત ઇલેકટ્રીક સ્મશાન આ તમામ બાબતોને કારણે શહેરનું સ્મશાન જોવાલાયક સ્થળોની યાદીમાં સમાવેશ પામ્યું.


કારણ ગમે તે હોય આ સુવિધા જોવાલાયક નજારો ધીરે-ધીરે ખૂદ મૃત્યુ તરફ ધકેલાતા જયાં મરવાનું મન થાય ત્યાં આવવાનું પણ મન ન થાય તેવી સ્થિતિ આકાર લઇ રહી છે.


રીપેરીંગના બહાને અવાર-નવાર બંધ કરી દેવાતી ઇલેકટ્રીક સગડીઓ (સ્મશાન)ને કારણે વખતો-વખત અર્થીઓની લાઇનો લાગી જાય છે. ધાર્મિક પ્રસંગોને વણીને બનાવેલી પ્રતિમાઓ માં પોપડા ઊખડી ગયા છે, તો કેટલીક પ્રતિમાઓ ના કલર ઊડી ગયા છે એટલું જ નહીં હિન્દુ રાષ્ટ્ર પ્રણેતા એવા છત્રપતિ શિવાજી મહારાજ નું માત્ર નામ રહી ગયું છે અને પ્રતિમા ગાયબ છે એટ્લે કે ખંડિત થઈ ગઈ છે. ત્યારે લોકોમાં રોશની લાગણી પ્રસરી છે.

જીવતા તો ઠીક મર્યા પછી પણ અંત્યેષ્ઠિ માટે લાઇનો લગાવવી પડે એ શહેરીજનોની કરૂણા જ કહેવાય. જાજરૂઓની અનિયમિત સાફ-સફાઇના કારણે તેમાં પગ પણ મુકી શકાતો નથી. સરકારી ગ્રાન્ટોમાંથી મુકાયેલી સીમેન્ટની બેન્ચો પર માટી વાળી દેવામાં આવી છે. આ તમામ અગવડતાઓને કારણે જોવાલાયક સ્મશાનગૃહ કડંબ ગૃહ બનતુ જાય છે. ઉત્સાહપૂર્વક જોવા આવતા મુલાકાતીઓ અહીંની અવ્યવસ્થા નિહાળી ધરમનો ધકકો થયાની ભાવના સાથે પરત જાય છે.

સરકારની દ્રષ્ટિ તથા ટ્રસ્ટી મંડળના આંખ આડા કાનના કારણે હાલ સ્મશાન સમસ્યાઓનું ઘર બની ગયું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, વહીવટદારો સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપે છે કે પછી દુવીધાઓમાં વધારો કરે છે.
