Not Set/ અરવલ્લીનો જવાન હિમશીલા નીચે દટાયો,શહીદની પાછળ ગામ આખું ગમગીન

અરવલ્લી, પુલવામા હુમલા બાદ કાશ્મીરમાં સૈન્ય અને પેરા મિલટ્રી ફોર્સની અનેક કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે.ભારતના આ સુરક્ષાદળોએ કાશ્મીર અને તેની આજુબાજુના વિસ્તારોમાં દિવસરાત પેટ્રોલીંગ ચાલુ કર્યું છે.જોકે આ દરમિયાન એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન […]

Top Stories Gujarat Others

અરવલ્લી,

પુલવામા હુમલા બાદ કાશ્મીરમાં સૈન્ય અને પેરા મિલટ્રી ફોર્સની અનેક કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે.ભારતના આ સુરક્ષાદળોએ કાશ્મીર અને તેની આજુબાજુના વિસ્તારોમાં દિવસરાત પેટ્રોલીંગ ચાલુ કર્યું છે.જોકે આ દરમિયાન એક દુખદ સમાચાર સામે આવ્યા છે.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન ખુશાલસિંહ બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતા તેની નીચે દટાયા હતા. તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ કટારાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા.

હિમશીલાના કારણે ભારે ઇજાગ્રસ્ત થયેલાં ખુશાલસિંહને સારવાર અર્થે આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુથી પરિવારજનો અને જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી.

ખુશાલ સિંહના ભારતીએ તેનો પતિ ગુમાવ્યો છે સાથે સાથે બે સંતાનોએ તેમનો પિતા.ખુશાલ સિંહના અવસાનની જાણ થતાં તેમના પરિવારજનો તાબડતોડ પહોંચી શહીદ જવાનના નશ્વર દેહને લેવા પહોંચ્યા હતા.ખુશાલ સિંહનાઆ  આકસ્મિક મોતથી સમગ્ર પંથક અને અરવલ્લી જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી.