અમદાવાદ,
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇનફ્લૂના વધુ 95 પોઝિટિવ કેસ નોંઘાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સ્વાઇનફ્લૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્વાઇનફ્લૂ પર કાબુ મેળવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. જેથી સ્વાઇનફ્લૂના દિવસે ને દિવસે પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે.
