Not Set/ મોદીજી,રાફેલ ડીલમાં મોડું કરનારી તમારી જ સરકાર છે :રાહુલ ગાંધી

દિલ્હી, રાફેલ સોદા પર પીએમ મોદીએ જણાવ્યું કે આ સોદો વહેલો થવો જોઇતો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાફેલની કમી આજે પણ દેશને મહેસૂસ થાય છે. આજે એક એક હિન્દુસ્તાની એક સ્વરમાં કહી રહ્યો છે કે આજે જો આપણી પાસે રાફેલ હોત તો કદાચ વધુ સારા પરિણામ આવ્યાં હોત, રાફેલ પર પહેલા […]

Top Stories India
દિલ્હી,
રાફેલ સોદા પર પીએમ મોદીએ જણાવ્યું કે આ સોદો વહેલો થવો જોઇતો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાફેલની કમી આજે પણ દેશને મહેસૂસ થાય છે. આજે એક એક હિન્દુસ્તાની એક સ્વરમાં કહી રહ્યો છે કે આજે જો આપણી પાસે રાફેલ હોત તો કદાચ વધુ સારા પરિણામ આવ્યાં હોત, રાફેલ પર પહેલા સ્વાર્થનીતિ અને હવે રાજનીતિનાં કારણે દેશને ઘણું નુકસાન થયુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લડાકુ વિમાન રાફેલ ડીલ મામલે જવાબ આપ્યો છે. રાહુલે પીએમને કહ્યું કે, રાફેલ ડીલમાં મોડું કરનારી સરકાર તમારી જ છે.
રાહુલે આ અંગે ટ્વિટ કરીને પીએમને પૂછ્યુ કે તમને શરમ નથી આવતી  ? તમે 30 હજાર કરોડ રૂપિયા ચોરી કરી તમારા મિત્ર અનિલ અંબાણીનું ખિસ્સુ ભરી દીધું છે. રાફેલ વિમાનો લાવવામાં મોડું થવાનું કારણ તમને સારી રીતે ખબર છે. તમારા જ કારણે વિંગ કમાંડર અભિનંદન જેવા ભારતીય વાયુસેનાનાં પાયલટને પોતાનો જીવ જોખમમાં મુકીને જુના વિમાનો ઉડાવવા પડી રહ્યા છે
રાહુલ ગાંધીએ સતત રાફેલ વિમાન અંગે મોદીને ઘેર્યા હતા. તેઓ પીએમ મોદી પર આ ડીલમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે, કહ્યું કે, પીએમ મોદીએ આ ડીલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ (HAL)ને ન આપીને વ્યક્તિગત સંબંધોને કારણે અનિલ અંબાણીની કંપની આપી છે.