Not Set/ અમદાવાદ: સાબરમતી જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત

અમદાવાદ, અમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત છે. સાબરમતી નવી જેલમાંથી મોબાઈલ મળ્યો. કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો. ફોન પર વાત કરતા સીસીટીવીમાં ઝડપાયો. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર જેલમાંથી મોબાઇલ મળતા હોય છે. ત્યારે આ વધુ એકવાર ઘટના બનતા પોલીસે સીસીટીવીને […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત છે. સાબરમતી નવી જેલમાંથી મોબાઈલ મળ્યો. કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો. ફોન પર વાત કરતા સીસીટીવીમાં ઝડપાયો.

આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર જેલમાંથી મોબાઇલ મળતા હોય છે. ત્યારે આ વધુ એકવાર ઘટના બનતા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

તો આ પહેલા જામનગરની જેલમાંથી પણ મોબાઈલ મળી આવાની ઘટના સામે આવી હતી.5 જાન્યુઆરી  2019 નાં રોજ કાચા કામના કેદી પાસેથી મોબાઈલ અને બેટરી મળી આવ્યા હતા.આરોપી સુરેશ શિવગીરી ગોસ્વામી કાચા કામનો કેદી છે જેના ચપ્પલમાંથી મોબાઈલ અને બેટરી નીકળ્યા હતાં.

મહત્વનું છે કે આ મોબાઇલ કાંડમાં કોની સંડોવણી છે. તેવા અનેક પ્રશ્નો હાલ સત્તાવી રહ્યા છે. હાલ તો પોલીસ દ્વારા આ મોબાઇલ કાંડને લઇને પોલીસ તંત્ર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અવારનવાર જેલોમાંથી મોબાઇલ ફોન મળી આવે છે ત્યારે હવે અમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઇલ ફોન મળી આવવાની વધુ એક ઘટના સામે આવી છે.