રાજકોટ,
રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ડુપ્લીકેટ નર્સ ઝડપાઇ છે. નર્સિગ સુપ્રીટેન્ડેન્ટની જાગૃતતાથી આ ડુપ્લીકેટ નર્સ ઝડપાઇ છે. આ ડુપ્લીકેટ નર્સ પાસેથી સ્ટેટસ્કોપ ઇન્જેકશન મળી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ભારતી સેજલિયા નામની મહિલા છેલ્લા 5 માસથી સિવિલ હોસ્પિટલમાં આંટી મારી રહી હતી અને આખરે તેની પૂછપરછ કરતાં ભાંડો ફૂટી ગયો અને તેને પોલીસ મથકે લઇ જવાઇ હતી. તો હવે પોલીસ દ્વારા પૂછપરછ કર્યા બાદ જ આ ભારતી સેજલિયા કેમ હોસ્પિટલમા આંટા મારતી હતી. તે બહાર પણ આવશે.
