પંચમહાલ,
પંચમહાલના ગોધરામાં પ્રથમ બીલીપત્રના ફળ બીલામાંથી જ્યુસ સેન્ટર ચલાવવામાં આવી રહ્યુ છે. વેજલપુર કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્રમાં ૨૦૦૧થી બીલીપત્રની જાતો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત બીલીપત્રની ૧૯૪ જાતો પર પરીક્ષણ થઈ ચૂકેલુ છે. બીલીપત્રનો ઉપયોગ માત્ર પૂજામાં નહિ પણ આરોગ્ય ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે.


બીલીપત્રમાંથી ડાયાબીટીસ નિવારણની દવાઓ, પેટના રોગનાં નિવારણની દવાઓ, વગેરે બને છે. તેમજ કોઈ પણ જાતના ઈનફેક્સનને રાહત અપાવે છે.
આ ઉપરાંત બીલીપત્રના ફળ બિલામાંથી જ્યુસ, પાવડર, કેન્ડી, મુરબો, અથાણુ વગેરે ગણી બધી ચીજ વસ્તુઓ બની શકે છે. કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો એ.કે.સિંગના માર્ગદર્શનથી રમણલાલે આજીવિકાનું સાધન ઉભું કર્યું છે. તેમજ લોકોના આરોગ્ય સુધારવા સમાજસેવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને ગોધરાની જનતાએ બિરદાવ્યું હતું.

બીલીપત્ર એક એવું પત્ર છે જે ક્યારેય પણ વાસી નથી થતુ. ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી પ્રયોગમાં લેવામાં આવતા આ પવિત્ર પત્ર વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે એક વાર ઉપયોગમાં લેવાયેલા પત્રને ધોઈને ઘણીવાર તેનો ઉપયોગ કરી શકાય છે.

બીલીપત્રનું મહત્વ
શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ પર ચઢાવવાથી એક કરોડ કન્યાદન બરાબર ફળ મળે છે. શિવલિંગની બીલીપત્ર વડે પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે. બીલીપત્રથી ભગવાન શિવ જ નહીં તેમના અંશાવતાર બજરંગબલી પણ પ્રસન્ન થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં બીલીપત્રનું વૃક્ષ લગાવવાથી કુટુમ્બ વિભિન્ન પ્રકારના પાપોના પ્રભાવથી મુક્ત થઈ જાય છે.
