Not Set/ યોગેશ પટેલનું પ્રધાનમંડળમાં સમાવેશ થતા ખુશીનો માહોલ, સમર્થકોએ વહેંચી મિઠાઇ

વડોદરા, વડોદરામાં યોગેશ પટેલના સમર્થકોએ મિઠાઇ વહેંચી હતી. યોગેશ પટેલનું પ્રધાનમંડળમાં સમાવેશ થતા ત્યાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેના લીધે લોકોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. યોગેશ પટેલ વડોદરાના માદલપુરનું પ્રતિનિધિત્વ કરવાના છે. એક પછી એક કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપી દેતા ભારે ચર્ચા જાગી છે. બીજી બાજુ હજી પણ અનેક […]

Gujarat Vadodara

વડોદરા,

વડોદરામાં યોગેશ પટેલના સમર્થકોએ મિઠાઇ વહેંચી હતી. યોગેશ પટેલનું પ્રધાનમંડળમાં સમાવેશ થતા ત્યાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તેના લીધે લોકોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. યોગેશ પટેલ વડોદરાના માદલપુરનું પ્રતિનિધિત્વ કરવાના છે.

એક પછી એક કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપી દેતા ભારે ચર્ચા જાગી છે. બીજી બાજુ હજી પણ અનેક કોંગ્રેસના કદાવર નેતાઓ પાર્ટી સાથેનો છેડો ફાટવાની ચર્ચાઓ અંદરખાને ચાલી રહી છે. તો રૂપાણી સરકાર પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહી છે.

જવાહર ચાવડા ગઈકાલે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ત્યારબાદ આજે 12.39 કલાકે તેમને મંત્રીમંત્રડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કેબિનેટનું આજે વિસ્તરણ કરાશે જેમાં વડોદરાના માંજલપુરના યોગેશ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત જામનગરના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પણ રૂપાણી મંત્રીમંડળમાં સ્થાન મળશે અને તેઓ મંત્રી તરીકેના શપથ લેશે.

કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા. જવાહર ચાવડાને હવે વર્તમાન રૂપાણી સરકાર મંત્રી પદ આપવા જઈ રહી છે.

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રૂપાણી સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં 2થી 3 નવા મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે. આ શપથવિધિ કાર્યક્રમ રાજભવન ખાતે 12.39એ યોજાઇ શકે છે. આજે સવારમાં CM નિવાસસ્થાને મળેલી બેઠક બાદ નિર્ણય લેવાઇ શકે છે.