મુંબઇ,
બોલિવૂડના સુપરસ્ટાર ઋતિક રોશન પર્સનલ લાઈફમા પરફ્યુમના શોખીન છે. એક વાત થોડાજ લોકો જાણતા હશે કે ઋતિક તેમના ફિલ્મના દરેક પાત્ર માટે જુદા પર્ફ્યુમ સિલેક્ટ કરે છે. ઋતિક રોશન અત્યાર સુધી ની બધી ફિલ્મોના પાત્ર માટે અલગ – અલગ પરફ્યુમ વાપર્યા છે.
ઋતિક તેના બધા પાત્રો માટે અલગ પરફ્યુમ વાપર્યા છે, અને આજ કારણ એ તેમના પાસે પરફ્યુમનો ખુબજ મોટો કલેક્શન છે. ઋતિક રોશન ની આગામી ફિલ્મ સુપર 30 છે જેના પાત્ર માટે રિતિક રોશનએ બીરેડો નામનો એક ખાસ અને જુદો પરફ્યુમ વાપર્યું છે.
આ ફિલ્મમાં ઋતિક રોશનની સાથે મૃણાલ ઠાકુર, અમિત સાધ અને નંદીશ સંધુ જોવા મળશે. આ ફિલ્મ 26 જુલાઇ 2019 એ રિલીઝ થશે.
